કોલકત્તા-
બંગાળમાં ભાજપે વિધાનસભા ચૂંટણી જીતવા માટે પોતાની તમામ તાકાત કામે લગાડી દીધી છે. દેશમાં કોરોનાના સંક્રમણનો ખતરો ફરી ઉભો થયો હોવા છતા ભાજપે 7 માર્ચે યોજાનારી પીએમ મોદીની સભામાં 10 લાખ લોકોને ભેગા કરવાનુ લક્ષ્ય રાખ્યુ છે.
બંગાળમાં ભાજપે પોતાના દિગ્ગજ નેતાઓની ફોજ ઉતારી છે.ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડા, ગૃહ મંત્રી અમિત શાહ સહિતના ટોચના નેતાઓ સમયાંતરે બંગાળની મુલાકાત લઈ રહ્યા છે.ખુદ પીએમ મોદી પણ બંગાળના પ્રવાસ કરી રહ્યા છે.આ સંજાેગોમાં 7 માર્ચે યોજાનારી પીએમ મોદીની સભા થકી ભાજપ પોતાની તાકાત બતાવવા માંગે છે.બ્રિગેડમાં યોજાનારી સભામાં ભાજપે 10 લાખ લોકોને ભેગા કરવાનુ લક્ષ્યાંક નક્કી કર્યુ છે.આ માટે ઘરે ઘરે પ્રચાર કરવામાં આવશે.
ચૂંટણી પ્રચારના ભાગરુપે ભાજપે બંગાળમાં કુલ 1500 થી વધારે રેલીઓની યોજના બનાવી છે.જેને દિગ્ગજ નેતાઓ સંબોધન કરશે.ભાજપે તેની શરુઆત પણ કરી દીધી છે.ભાજપે રાજ્યના દરેક મતદાતા સુધી પહોંચવાની યોજના બનાવી છે.જેના ભાગરુપે દરેક વિધાનસભા વિસ્તારમાં પાંચ થી 6 રેલીઓનુ આયોજન કરવામાં આવશે.