અમદાવાદ-
ભાજપ આજથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો. જેની શરૂઆત અમદાવાદથી કરી દેવામાં આવી છે. કાંકરિયા લેક પાસે ભાજપના ચૂંટણી પ્રચારમાં એક સાથે 192 ઉમેદવારોને એક સ્ટેજ પર બોલાવવામાં આવશે. મહત્વનું છે કે આજના કાર્યક્રમમાં સીએમ વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ જોડાયા . સરકારના પ્રધાન અને હોદ્દેદારોને જિલ્લા પ્રમાણે જવાબદારી સોંપવામાં આવી છે. તમામ 6 મહાનગરપાલિકા જીતવા માટે ભાજપના ઉમેદવારો જનસંકલ્પ લેશે. પ્રજાના કામ કરવાનો સંકલ્પ તમામ ઉમેદવારો લેશે.