UP સહકારી ભૂમિ વિકાસ બેન્કોની ચૂંટણીમાં ભાજપે 311 માંથી 218 સીટ જીતી

લખનૌ-

ઉત્તર પ્રદેશમાં સત્તામાં રહેલી ભારતીય જનતા પાર્ટી માટે આ જશ્નનો સમય છે કારણ કે અહીં પાર્ટી અને તેના સમર્થિત ઉમેદવારોએ ઉત્તર પ્રદેશ સહકારી ભૂમિ વિકાસ બેન્કોની ચૂંટણીમાં 311 માંથી 218 સીટ જીતી લીધી છે. ત્રણ દાયકા બાદ થયું છે, જ્યારે સહકારી ભૂમિ વિકાસ બેન્કોથી મુલાયમ સિંહ યાદવના પરિવારનું વર્ચસ્વ સમાપ્ત થઈ ગયું છે.

મંગળવારે સહકારી ભૂમિ બેન્કોની ચૂંટણીમાં મતદાન થયું હતું. આ ચૂંટણીમાં વિપક્ષના રૂમાં સમાજવાદી પાર્ટી ચૂંટાઇને આવી છે. પરંતુ એસપીને માત્ર કેટલીક સીટો મળી છે. ચૂંટણી કમિશનર પી.કે.મોહંતીએ કહ્ય્š કે, ફરિયાદોને કારણે ૧૧ જગ્યા પર ચૂંટણી રદ્દ કરી દેવામાં આવી હતી. આ ઐતિહાસિક જીતને લઈને ભાજપના નેતાઓએ દાવો કર્યો છે કે વિપક્ષી ઉમેદવારોમાં ચૂંટણી લડવાની હિંમત નહતી. તો વિપક્ષે કહ્યુ કે, રાજ્યની મશીનરીને ચૂંટણીમાં હાઇજેક કરી લેવામાં આવી હતી.  

કોંગ્રેસ ગાંધી પરિવારની પરંપરાગત સીટ અમેઠીના જગદીશપુરમાં જ જીત મેળવી શકી, જ્યાં રાહુલ ગાંધી 2019ની લોકસભાની ચૂંટણીમાં સ્મૃતિ ઇરાની સામે હારી ગયા હતા. વિપક્ષી દળો દ્વારા જીતવામાં આવેલી અન્ય પ્રતિષ્ઠિત સીટોમાં વારાણસી, બલિયા, ગાજીપર અને ઇટાવા છે. 2005થી ત્રણવાર બેન્કના અધ્યક્ષ રહી ચુકેલા પ્રગતિવાદી સમાજવાદી પાર્ટી લોહિયાના અધ્યક્ષ શિવપાલ યાદવે કહ્યુ કે, ભાજપ સરકારે નિયમોમાં ફેરફાર કર્યો, જેથી તેમને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા. 


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution