વડોદરા-
પ્રદેશ ભાજપ અધ્યક્ષ બન્યા બાદ પહેલીવાર સી.આર.પાટીલ વડોદરાની મુલાકાતે આવ્યા હતાં. રેલવે સ્ટેશન ખાતે સી આર પાટીલ આવતા વડોદરા શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ સહિત હોદ્દેદારો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રદેશ પ્રમુખ રેલવે સ્ટેશન ખાતે પહોંચતા જ ભાજપ શહેર પ્રમુખ સાંસદ રંજનબેન ભટ્ટ રાજ્યમંત્રી યોગેશ પટેલ ધારાસભ્યો સહિત હોદ્દેદારો કાફલો રેલવેસ્ટેશન પહોંચ્યો હતો.
મળતી માહિતી મુજબ બેઠકમાં કોર્પોરેશનની આગામી ચૂંટણીની રણનીતિ ઘડવામાં આવશે. પેજ પ્રમુખ સમિતિના પ્રમુખ વરણી કરવી અને આઈકાર્ડ આપવા સહિતના નિર્ણયો આ બેઠકમાં લેવાઈ શકે છે. તાજેતરમાં પૂર્ણ થયેલા કોર્પોરેટર અને શિક્ષણ સમિતિના સભ્યો સાથે બેઠક કરશે પછી ધારાસભ્યો સહિત શહેરના સંકલનની બેઠક બોલાવવામાં આવશે. આગામી કોર્પોરેશનને લઈને ચર્ચાઓ કરાશે કોને ટિકિટ આપવી અને કોની કાપવી અને બૂથ લેવલ કઈ રીતે મજબુત કરવું તે અંગે ચર્ચા બેઠકમાં કરવામાં આવશે.