અમદાવાદ-
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આજથી ઉત્તર ગુજરાત નો પ્રવાસ શરૂ કર્યો છે ભાજપા ના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તાર સહીતના સાત જેટલા જિલ્લાનો પ્રવાસ આજે યાત્રાધામ અંબાજી ખાતે માં અંબા ના દર્શન કરીને પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. સીઆર પાટીલ ખુલી જીપ માં ઉભા રહી લોકો નો અભિવાદન કર્યું હતું. સી આર પાટીલ નો બનાસકાંઠા સંસદ તેમજ અગ્રણી કાર્યકર્તાઓ દ્વારા સાફો પહેરાવી તલવાર આપી સ્વાગત કરાયું હતું જયારે અંબાજી ભાજપ મંડળ દ્વારા 51 કિલો નો ફૂલ નો હાર પહેરાવી પ્રવાસ ની સફળતા માટે ની શુભેચ્છા પાઠવી હતી આ પ્રંસગે સીઆર પાટીલે જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા કાર્યકરો ના સંપર્ક સાથે તેમને મુંઝવતા પ્રશ્નો જાણવાનો અધિકાર રહ્યો છે સાથે પક્ષપાર્ટી નો સંગઠન બળ વધુમાં વધુ મજબૂત થાય તેવા પ્રયાસો સાથે કાર્યકર્તાઓ ની મુલાકાત માટે આ રીત ના પ્રવાસ નું આયોજન થતું હોય છે.
ચોથા અનલોક ની ગાઈડ લાઈન પ્રમાણે રેલી કે યાત્રા માં 100 લોકો ની મંજૂરી આપી છે પણ આજે સીઆર પાટીલ ના કાર્યક્રમ માં એકત્રિત કયારેલી ભીડે સોશ્યિલ ડિસ્ટર્ન્સ ના ધજાગરા ઉડ્યા હતા ને હજારોની સંખ્યામાં સીઆર પાટીલની આ રેલી માં જોડાયા હતા ને સ્વાગત કાર્યક્રમમાં પણ જાહેર માર્ગ ઉપર જ મોટી ભીડ ઉમટી પડી હતી ને આ વખતે અંબાજી માં ભાદરવી પૂનમનો મેળો મુલતવી રહ્યો હતી પણ સીઆર પાટીલના કાર્યક્રમમાં જે રીતેની ભીડ એકત્રિત થઇ હતી તે તે જોતા ભાદરવીપૂનમ ની ભીડનો નજારો લોકો ને જોવા મળી હતી.