ગુજરાતમાં ભાજપ રાજમાં ઉપરથી નીચે સુધી સડો બેસી ગયો છેઃ પરેશ ધાનાણી

સુરત, અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને ન્યાય અપાવવા માટે કોંગ્રેસનાં નેતાઓ મેદાને આવ્યા છે. જેમાં પૂર્વ વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ ભાજપની ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા. પૂર્વ વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે લેટરકાંડમાં પાટીદાર દીકરીને ન્યાય અપાવવા માટે મે ૪૮ કલાક રાજકમલ ચોકમાં અનશન કર્યું હતું. ત્યારબાદ સમિતિના આગેવાનોએ જાહેરાત કરી કે સરકાર પીડિતાને ન્યાય અપાવવામાં નિસફળ નીવડશે તો અમે આંદોલનને આગળશુ આ માટે અમે અમરેલીથી સુરતમાં આવ્યા હતાએક વ્યક્તિને સરકાર સામે સવાલો પૂછવાનો તેમજ આંદોલન કરવાનો અધિકાર મળ્યો છે.. અમે આંદોલનની મંજૂરી માટે પોલીસને પત્ર લખ્યો હતો, માનગઢ ચોકમાં મોટા માથાઓના રાજભા થયા છે સામાજિક રાજકીય કાર્યક્રમ થયા છે, તો શું આ જગ્યા પર એક દીકરી માટે ન્યાય ન માંગી શકાય? સાંભળવામાં કાયર સતાપક્ષે ફરી પોતાની સત્તાનો ઉપયોગ કરી આંદોલન રોકવાનો પ્રયાસ કર્યો છે. અમે ગુનેગાર હોય તેમ અમને પોલીસે ટીંગાટોળી કરીને અમને હજીરા લઈ જવાયા હતા. લેટરકાંડમાં માછલીઓને મારીને મગર મચ્છને બચાવાનો પ્રયાસ થયો છે, અમે અગાઉ માંગણીઓ કરી હતી જે જવાબદાર તમામ સામે પગલાં ભરવામાં આવે? આજના બનાવ પછી મને એવું લાગે છે કે ગૃહમંત્રી પણ આ કેસમાં ગુનેગાર તો નહીં હોયને?  પૂર્વ વિધાનસભા વિપક્ષ નેતા પિયુષ ધાનાણીએ જીસ્ઝ્રના વડા નિલિર્પ્ત રાયને લેટરકાંડની તપાસ સોંપવા બાબતે જણાવ્યું હતું કે અમે નિલિર્પ્ત રાયની કામગીરીને રાજકારણથી ઉઠાવીને અમરેલીના લોકોએ બિરદાવી હતી, સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ તપાસ સોંપવામાં આવી છે, આશા રાખું છું કે નિલિર્પ્ત રાય એક ઈમાનદાર અધિકારી તરીકે તપાસ કરશે, અધિકારી પ્રજાનો દ્રોહ નહિ કરે તેવી અપેક્ષા છે, ગુજરાતમાં સત્તાની સાઠમાં ઉપરથી નીચે સુધી સડો બેસી ગયો છે, આ ષડયંત્ર ની તપાસ થવી જોઈએ જવાબદારોનો નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ, ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટીની આંતરિક લડાઈનો ભોગ ન બને તે માટે ભુપેન્દ્ર પટેલ સરકારની ચિંતા કરું છું. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution