વડોદરા-
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપે ટિકિટ ના આપતાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દીપક શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે તેનો વિવાદ ચાલે છે. મળતી માહિતી મુજબ વડોદરા શહેરના તમામ વોર્ડમાં ચુંટણી અધિકારી અધિકારાી દ્વારા નિયુકત નોડલ અધિકારીઓની કચેરી ખાતે સોમવારના રોજ ઉમેદવારી નોંધાવનાર તમામ ઉમેદવારોને ચકાસણી માટે સમય ફાળવવામાં આવ્યો હતો. જોકે ભાજપના ઉમેદવાર આશિષ જોશી દ્વારા અપક્ષ ઉમેદવારી નોંધાવનાર ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવના પુત્ર દિપક શ્રીવાસ્તવને ૨ સંતાનથી વધુ હોવાના વાંધો ચુંટણી અધિકારી સમક્ષ રજુ કરવામાં આવ્યા હતા. જોકે આ સમગ્ર મામલે મીડીયા દ્વારા મધુ શ્રીવાસ્તવને સવાલો પુછતા દબંગ નેતાએ મીડીયા પર પોતાનો રોષ ઠાલ્વયો હતો અને ગુસ્સામાં ધમકી પણ આપી દીધી હતી. જોકે આ સમગ્ર મામલે મધુ શ્રીવાસ્તવે ભાજપના નેતાગીરીને ખુલ્લી ચેલેન્જ પણ આપી છે કે, મારો દીકરો અપક્ષ તરીકે લડશે તો હું તેનો પ્રચાર કરીશ જ. મધુ શ્રીવાસ્તવે એક પત્રકારને કેમેરા સામે ઠોકાવી દેવાની ખુલ્લી ધમકી આપીને નવો વિવાદ પેદા કર્યો છે. આ મુદ્દે પાટીલે કહ્યું કે, આ બાબતની કોઈ ફરિયાદ આવશે તો તપાસ કરીને પગલાં લેવામાં આવશે.