વડોદરા વિકાસમાં પાછળ છે તે ભાજપના નેતાઓ જ હવે કહી રહ્યા છે ઃ શશી થરૂર

વડોદરા

પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્ર હતા ત્યારે કહ્યુ હતુ કે, વડોદરા શહેરનો વિકાસ થયો નથી. અને ૧૦ વર્ષ પછી હાલના ગુજરાતના મુખ્યમંત્રી પણ કહી રહ્યા છે. કે વિકાસમાં વડોદરા પાછળ રહી ગયુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગેરેન્ટી એ જૂમલા છે તેમ લોકસભાની વડોદરા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ના પ્રચાર માટે આવેલા કોંગ્રેસના સાંસદ શશી થરૂરે જણાવ્યુ હતુ. વડોદરામાં પત્રકારો સાથેની વાતચીતમાં ડો. શશી થરૂરે જણાવ્યું હતું કે, ભાજપા જુમલાબાજ પાર્ટી છે. વડોદરામાંથી વડાપ્રધાન દસ વર્ષ પહેલાં ચૂટાયા હતાં. છતાં, વડોદરાનો વિકાસ થયો નથી.તાજેતરમાં ગુજરાતના મુખ્યમંત્રીને કહેવું પડે તે કે વડોદરાનો વિકાસ થયો નથી તેશરમજનક બાબત છે. તેમણે જણાવ્યું કે યુનિફોર્મ સિવિલ કોડ માટે પહેલા તેમાં શુ છે ? શુ લાવશો? તેનાથી શુ થશે? તે સમજાવવુ જાેઈએ તમામ સાથે વાતચીત કરવી જાેઈએ તેમજ રાજકીય પક્ષો સાથે બેઠક યોજવી જાેઈએ અને ત્યારબાદ જ આગળ વધવુ જાેઈએ તેમ મારૂ માનવુ છે તેમ કહ્યુ હતુ. મોદીની ગેરંટી હતી કે, અચ્છે દિન આવશેની વાતો કરતાં હતા. તેમણે ૨ કરોડ યુવાનોને નોકરી આપવાની, મોઘવારી નિયંત્રણમા લાવવા, ખેડૂતોને ખેત પેદાશોના ભાવ ડબલ આપવા જેવી અનેક ગેરંટી આપી હતી. પરંતુ તેમની એકપણ ગેરંટી પૂરી થઇ નથી. નરેન્દ્ર મોદીની ગેરેન્ટી એ માત્ર જુમલા છે તેમ તેમણે કહ્યુ હતુઅને અગ્નીવિર બંધ કરીને કાયમી ભરતી કરાશે. કોગ્રેસના આગેવાનો ભાજપામા જાેડાઇ રહ્યા છે. તેવા એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું કે, જે લોકો ભાજપામા જાય છે તે તેઓના કોઇ અંગત કારણોસર જાય છે. જેવી રીતે કોગ્રેસના આગેવાનો ભાજપમાં જાય છે તેવી જ રીતે ભાજપના આગેવાનો પણ કોગ્રેસમાં આવે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution