બેંગલુરૂમાં ઇંધણના ભાવવધારા સામે ભાજપના વિરોધ વેળા નેતાનું મોત


બેંગલુરૂ,  :ભારતીય જનતા પાર્ટીના નેતા એમબી ભાનુપ્રકાશનું કર્ણાટકમાં હાર્ટ એટેકથી નિધન થયું છે. એવું કહેવાય છે કે ભાનુપ્રકાશ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાના વિરોધમાં સામેલ હતા. આ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો. ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભાનુપ્રકાશ વિરોધનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમણે કાર્યકર્તાઓને પણ સંબોધિત કર્યા હતા. આ પછી, જ્યારે તેમની કારમાં બેઠા હતા, ત્યારે તેમને હૃદયરોગનો હુમલો આવ્યો અને નીચે પડી ગયા. બીજેપી નેતાને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું, બીજી તરફ કર્ણાટક બીજેપી નેતા સીટી રવિએ ઈંધણની વધતી કિંમતોને લઈને મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર નિશાન સાધ્યું હતું. તેમણે પૂછ્યું કે શું મુખ્યમંત્રી બેવડા પાત્ર ધરાવે છે? બીજેપીએ કહ્યું, ‘મુખ્યમંત્રી બનતા પહેલા સિદ્ધારમૈયાએ કહ્યું હતું કે સરકાર ઈંધણના ભાવમાં દસ રૂપિયાનો ઘટાડો કરશે. તેઓ મુખ્યમંત્રી બન્યા બાદ ઈંધણના ભાવમાં બે વખત વધારો થયો છે. જાે સરકારી તિજાેરીમાં પૈસા છે તો જન્મ-મરણ પ્રમાણપત્ર, એક્સાઈઝ ડ્યુટી અને વીજળીના ભાવ કેમ વધ્યા? ૨ ટકા. તેમણે એમ પણ કહ્યું કે આ સમયગાળા દરમિયાન ડીઝલના ભાવ વધવાને બદલે ઘટ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રીએ પણ આનું કારણ આપ્યું હતું. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૨માં બે વખત પેટ્રોલ અને ડીઝલ પર કેન્દ્ર દ્વારા લાદવામાં આવેલી એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જાેવા મળ્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે ભાજપ શાસિત રાજ્યોએ પણ પેટ્રોલ અને ડીઝલ પરના મૂલ્યવર્ધિત કર (વેટ)માં ઘટાડો કર્યો છે. વેટના આંકડાઓ પર ધ્યાન આપવાથી આ સ્પષ્ટ થાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution