કરમસદ પાલિકાના આકારણી કૌભાંડમાં ભાજપ અગ્રણી ધ્રુવલ પટેલની અંતે ધરપકડ

આણંદ ગત ફેબ્રુઆરીમાં સરદાર પટેલની કર્મભૂમિ કરમસદ પાલિકામાં પૂર્વ પાલિકા મહિલા પ્રમુખ સહિત ચારની મિલીભગત થી પાલિકાની આઇડી પાસવર્ડ નો ગેરકાયદે દૂરૂપયોગ કરી ૯૩ જેટલી મિલ્કતની આકારણી કરવાના રચાયેલ ખેલ પગલે પાલિકાને મસમોટું આર્થિક નુકસાન થયાનું ઉજાગર થતાં પાલિકા દ્વારા વિદ્યાનગર પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. જેમાં માસ્ટરમાઇન્ડ પૂર્વ પાલિકા મહિલા પ્રમુખના પતિ અને ભાજપના અગ્રણી ધ્રુવલ પટેલના આગોતરા રદ થતાં ધરપકડ કરી જેલના સળીયા પાછળ મોકલી દેવાયા હતા.કરમસદ પાલિકા ખાતે હાલમાં વહિવટદારનુ શાસન હોવાછતાં ગત ફેબ્રુઆરીમા પાલિકા પૂર્વ મહિલા પ્રમુખ પતિ ધ્રુવલ પટેલ સહિત અન્ય ત્રણ બિલ્ડર દશરથ પટેલ, જતીન પટેલ તથા અકબરભાઇ રત્નાણી દ્વારા મિલીભગત થી પાલીકાની આઇડી પાસવર્ડ નો ગેરકાયદે ઉપયોગ કરી ૯૩ જેટલી મિલ્કત ની આકારણી કરી પાલિકાને મસમોટું આર્થિક નુકસાન પહોંચાડ્યું હતુ. જે ગુનામાં ધરપકડથી બચવા ચારેય આરોપીઓએ હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી. જેમાં ત્રણેયના આગોતરા નામંજૂર થયા હતા.ત્રણેયના આગોતરા સુનાવણી દરમ્યાન ચોકાવનારી વિગત બહાર આવતાં પૂર્વ પાલિકા મહિલા પ્રમુખ પતિ ધ્રુવલ પટેલ સમગ્ર કાંડના માસ્ટર માઇન્ડ હોય આગોતરા રદ થતાં પોલીસે તેમની ધરપકડ કરી જેલના સળીયા પાછળ મોકલવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પાલિકા સૂત્રના જણાવ્યા પ્રમાણે ત્રણેય બિલ્ડર દ્વારા તેમની મિલ્કત જે અન્ડર કંસ્ટ્રકશન હોવા છતાં એનઓસી તથા આકારણી કરવામાં આવેલ માગમાં પાલિકા દ્વારા એનઓસી કેવી રીતે કોની પરવાનગીથી આપવામાં આવી?

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution