ગીર સોમનાથ-
ગીર સોમનાથના કોડીનારમાં ૧૪ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધાયા બાદ ભાજપના નેતા અને મુખ્ય આરોપી પ્રવીણ ઝાલા ફરાર છે. ત્યારે આજે કોડિનારમાં મુસ્લિમ સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ. જે દરમ્યાન પ્રવીણ ઝાલાની ધરપકડની માગ સાથે આવેદન પત્ર પાઠવવાનું આયોજન કરવામાં આવ્યુ.
દુષ્કર્મનો ભોગ બનનારી સગીરાના દાદીએ કોડીનારના પ્રવિણ ઝાલા, પીડિતાની નાની અને મામા સહિત ચાર લોકો વિરુદ્ધ સામે ગુનો નોંધાવ્યો છે. સગીરાના મામા ભાજપના કાર્યકર પ્રવીણ સિંહ ઝાલાના ડ્રાઈવર તરીકે કામ કરતા હતા. સગીરાને પણ કામ અપાવી દેવાના બહાને પ્રવીણસિંહના ફાર્મ પર સગીરા સાથે ઓળખાણ કરાવી હતી. જે દરમ્યાન ભાજપના કાર્યકર પ્રવિણ ઝાલાએ વારંવાર તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ. ત્યારે પોલીસે પોસ્કો સહિતની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અને ચાર પૈકી ત્રણ આરોપીની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.