અમદાવાદ-
જરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે જે 6 મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં 16 તાલુકા પંચાયત બેઠકો ભાજપની બિનહરીફ થઇ છે. સુરેન્દ્રનગર અને જૂનાગઢ જિલ્લાની એક એક જિલ્લા પંચાયત બેઠક બિનહરીફ જાહેર કરાઈ છે. જો કે તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા જ ભાજપને મોટી સફળતા મળી છે. ત્યારે ઉમરાળા તાલુકા પંચાયતમાં ભાજપને લોટરી લાગી ગઈ છે.
ઉમરાળા તાલુકા પંચાયતમાં ભાજપની બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. ઉમરાળા તાલુકાની રંઘોળા તાલુકા પંચાયત સીટમાં ભાજપના ઉમેદવાર સુરેશ કુવાડીયા તથા લંગાળા તાલુકા પંચાયત સીટમાં ભાજપના ઉમેદવાર ગુણવંતીબેન મિસ્ત્રીની સામે બિનહરીફ થયા છે. જેના કારણે ભાજપના વધુ એક ઉમેદવાર ચૂંટણી પહેલા જ વિજેતા બની ગયા છે. જેના કારણે તાલુકા જિલ્લા પંચાયત માટે મતદાન થાય તે પહેલાં જ ભાજપને ઉમરાળા તાલુકા પંચાયતમાં બે બેઠકો પ્રાપ્ત કરીને ખાતું ખોલી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ નારણપુરા વોર્ડમાં બક્ષીપંચ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રિકાબેન રાવળ એ ફોર્મ પાછું ખેંચતા ભાજપના ઉમેદવાર બ્રિન્દા સુરતી સામે અન્ય કોઈ ઉમેદવાર ન હોવાથી તેઓ બિનહરીફ થયા છે. જેના કારણે અમદાવાદ કોર્પોરેશનમાં તેઓ ચૂંટણી પહેલા જ વિજેતા બની ગયા છે.