વડોદરા
શહેરમાં વધેલી ગુનાખોરીના પગલે ડબલ એન્જિનની સરકારમાં ગુનેગારો માટે ગ્રીન સિગ્નલ જેવો ઘાટ ઘડાયો છે અને તેમાં સામાન્ય નાગરિકો સાથે ખુદ ભાજપાના પુરુષ કોર્પોરેટર પણ સલામત નથી રહ્યા. ગઈ કાલે અછોડાતોડ ગઠિયાઓએ ચાર સ્થળોએ અછોડાની લુંટ ચલાવી હતી જેમાં ગઈ કાલે સાયકલ પર મોર્નિગંવોકમાં નીકળેલા ભાજપા કોર્પોરેટર ડો.રાજેશ શાહનો પણ ત્રણ તોલાના અછોડાની લુંટ કરાઈ હતી. જાેકે આ મામલે ભાજપા અને પોલીસ તંત્રએ આબરુ જવાની બીકે કોઈ વિગતો જાહેર કરી નહોંતી અને ભાજપા કોર્પોરેટરના અછોડાની લુંટના પગલે સમગ્ર પોલીસ તંત્ર દોડતું થયું હતું. પોલીસે ગણતરીના કલાકમાં અછોડાતોડ સાળા-બનેવીને ઝડપી પાડી ચાર ગુનાનો ભેદ ઉકેલતા ભાજપા કોર્પોરેટરે મોડી રાત્રે ફરિયાદ નોંધાવી હતી.
કારેલીબાગ વિસ્તારની વિઠ્ઠલનગર સોસાયટીમાં રહેતા વોર્ડ-૩ના ભાજપા કોર્પોરેટર ડો.રાજેશ શાહ ગઈ કાલે સવારે સવા છ વાગે સાયકલ લઈને વોકીંગ માટે નીકળી કાલાઘોડાથી ઘરે પરત જતા હતા તે સમયે કમાટીબાગ બાલભવન પાસે તેમની પાછળથી નંબરપ્લેટ વિનાની બાઈક પર આવેલા બે ગઠિયાઓ પૈકીના પાછળ બેઠેલા યુવકે તેમનો ૯૦ હજારની કિંમતનો અઢીથી ત્રણ તોલાના અછોડો તોડીને લુંટી લીધો હતો અને આગળ કાશીબા હોસ્પિટલ તરફ ફરાર થયા હતા. અછોડાતોડ ગઠિયાઓએ આ જ સમયગાળામાં રાજમહેલરોડ અને નિઝામપુરા વિસ્તારમાં પણ અન્ય ત્રણ મોર્નિગંવોકર્સના અછોડાની લુંટ ચલાવી હતી અને ફરાર થયા હતા.
જાેકે કોર્પોરેટર રાજેશ શાહે અછોડાના લુંટના પગલે ભાજપા અને પોલીસની આબરુ જવાની કદાચ બીક હોય તેમ કોઈ ફરિયાદ નોંધાવી હતી નહોંતી પરંતું તેમના સિવાયના ત્રણેય મોર્ન્િંાગવોકર્સે તેઓના અછોડાની લુંટની ફરિયાદ નોંધાવી હતી. જાેકે ત્રણ નાગરિકો સાથે ભાજપા કોર્પોરેટરનો પણ અછોડાની લુંટની જાણ થતાં સમગ્ર પોલીસ તંત્ર રોડ પર આવી ગયું હતું અને પોલીસે લુંટારાઓને ઝડપી પાડવા માટે નાકાબંધી અને વાહનચેકીંગ શરૂ કર્યું હતું અને અછોડાતોડ લુંટારાઓના સીસીટીવી કેમેરાના ફુટેજની ચકાસણી શરૂ કરી હતી.
બાઈકસવાર બે અછોડાતોડ બાજવા-રણોલી તરફ ગયાની માહિતી મળતા ક્રાઈમબ્રાન્ચની ટીમે આ વિસ્તારમાંત પાસ કરીહતી જેમાં એવી માહિતી મળી હતી કે અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલો અને હાલમાં રણોલની સત્યનારાયણ સોસાયટીમાં રહેતો ૨૧ વર્ષીય કબીરસીંગ જાેંગીન્દર ભોડ (સીકલીગર) અને જુનાગઢના વંથલીથી અત્રે આવેલો તેનો બનેવી ૨૪ વર્ષીય સન્ની રાજેશસીંગ ટાંક (સિકલીગર) લુંટ કરેલા અછોડા અને મંગળસુત્ર વેંચવા માટે રણોલીની નીકળીને હાઈવે પરથી શહેરમાં આવી રહ્યા છે.
આ વિગતોના પગલે પોલીસે રણોલી તરફ જતા રોડના નાકા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન નંબરપ્લેટ વિનાની બાઈક પર આવી રહેલા ઉક્ત સાળા-બનેવીએ પોલીસને જાેઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેથી પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા.
તેઓની પાસેથી બે સોનાના અછોડાના ટુકડા અને એક મંગળસુત્ર તેમજ કબીરસીંગના હાથમાં કિંમતી ઘડિયાળ મળી આવી હતી જે તમામ ચીજાે તેઓએ મોર્ન્િંાગવોકર્સ પાસેથી લુંટેલી અને બંધ મકામાં ચોરી કરી હોવાની કબુલાત કરતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી.
આ બંનેએ ભાજપા કોર્પોરેટરનો અછોડો લુંટ્યાની કબુલાત કરી હતી અને પોતાના અછોડાની લુંટ કરનાર ગઠિયા ઝડપાયા હોવાની જાણ થતાં ભાજપા કોર્પોરેટર ડો.રાજેશ શાહે સયાજીગંજ પોલીસ મથકમાં રાત્રે પોણા બાર વાગે ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે ઉક્ત બંને આરોપીઓની પુછપરછ કરતા તેઓએ ત્રણ અછોડા લુંટ અને એક મકાનમાં ચોરીની કબૂલાત કરતા પોલીસે બંનેની ધરપકડ કરી હતી.
માત્ર અડધા કલાકમાં ફિલ્મીઢબે લૂંટના ૬ પ્રયાસ, ૪માં સફળ
કબીરસીંગનો બનેવી જુનાગઢથી અત્રે આવતા તેઓએ ટુંકા સમયમાં રૂપિયા કમાવવા માટે વહેલી સવારે પોલીસની ગેરહાજરી અને લોકોની ઓછી અવરજવર હોય તે સમયે અને તેવા વિસ્તારમાં અછોડાની લુંટનું કાવત્રુ ઘડ્યું હતું. તેઓએ ઓળખ છુપાવવા માટે બાઈકની નંબરપ્લેટો કાઢી નાખી અને મોંઢા પર સ્કાર્ફ બાંધી તેમજ માથા પર ટોપી પહેરી હતી. તેઓએ માત્ર અડધા કલાકમાં જ ફિલ્મીઢબે ધુમ સ્ટાઈલમાં બાઈક હંકારીને શહેરમાં છ સ્થળોએ લુંટનો પ્રયાસ કર્યો હતો જેમાં ચાર સ્થળે લુંટમાં સફળ રહ્યા હતા જયારે છાણીજકાત નાકા પાસે ડીંગડોંગ સર્કલ પાસે અને નાગરવાડા ચાર રસ્તા પાસે મહિલાના અછોડો લુંટવામાં નિષ્ફળ રહ્યા હતા. આ પૈકીનો કબીરસીંગે પંદર દિવસ પહેલા ગોત્રીમાં એક મકાનમાં ચોરી કરી હોવાની તેમજ સન્નીસીંગ સાગરીતો સાથે ચોરી કરેલી કારમાં બંધ મકાન-દુકાનોમાં ચોરી કર્યા બાદ ચોરીની કારને જે જગ્યાથી ચોરી કરી હોય તેની આસપાસ મુકી દેતો હોવાની વિગતો મળી હતી.
સાળા-બનેવી પાસેથી રૂપિયા ૨.૨૬ લાખની મત્તા જપ્ત
પોલીસે કબીરસીંગ અને સન્નીસીંગની ધરપકડ કરી તેઓની પાસેથી ચાર તોલા વજનના બે અછોડા, એક મંગળસુત્ર, જુદી જુદી કંપનીની બે રીસ્ટવોચ, એક તલવાર, નંબરપ્લેટ વિનાની પલ્સર બાઈક તેમજ ઘરફોડ ચોરીઓ માટે ઉપયોગલમાં લેવાતા અલગ અલગ ડીસમીસ, પાનાપક્કડ, ચાર કાતર, ચાર કાનસ અને બેટરી સહિત કુલ ૨.૨૬ લાખથી વધુની મત્તા જપ્ત કરી હતી.
માત્ર ૨૧ વર્ષની ઉંમરમાં ચોરી-લૂંટના ૧૩ ગુનામાં સંડોવણી
પોલીસે ઝડપી પાડેલા અછોડાતોડ સાળા બનેવી પૈકી ૨૧ વર્ષીય સાળો કબીરસીંગ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં અછોડાની લુંટ, વાહનચોરી, ઘરફોડ ચોરી અને મારમારીના કુલ ૧૩ ગુનામાં સંડોવાયેલો છે અને ગુનાખોરીના કારણે બે વખત પાસા હેઠળ જેલમાં મોકલાયેલો છે. જયારે તેનો બનેવી ૨૪ વર્ષીય સન્નીસીંગ પણ સુરત, રાજકોટ અને જુનાગઢમાં લુંટ, અછોડાની લુંટ, વાહનચોરી, ઘરફોડ ચોરી, મારામારી અને દારૂબંધીના ૧૦ ગુનામાં સંડોવાયેલો છે અને એક વખત પાસા હેઠળ જેલવાસ ભોગવી ચુક્યો છે.