લેખકઃ હિમાદ્રી આચાર્ય દવે |
ચૂંટણી પરિણામોની જાહેરાત સાથે ૧૮મી લોકસભાની સ્થિતિ સ્પષ્ટ થઈ ગઈ છે. બીજેપીની આગેવાની હેઠળના એનડીએને સ્પષ્ટ બહુમતી મળી છે, તો વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાએ પણ ૨૩૪ બેઠકો મેળવીને જાેરદાર વાપસી કરી છે. આ વખતે ઓછામાં ઓછા પાંચ રાજ્યોમાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે. અહીં મોટો ફેરફાર થયો છે. ઘણી જગ્યાએ કોંગ્રેસ ઝીરોમાંથી હીરો બનતી જાેવા મળી રહી છે.
ઉત્તર પ્રદેશની ૮૦ બેઠકો પર મોટી ઉથલપાથલ જાેવા મળી છે. એનડીએને ૩૬અને ઇન્ડિયા ગઠબંધનને ૪૩ સીટ મળી છે. તો અહીંથી સમાજવાદી પાર્ટી દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. સપાના શાનદાર પ્રદર્શને ઈન્ડિયા ગઠબંધનમાં અખિલેશ યાદવની ભૂમિકાને મહત્વની બનાવી દીધી છે. હવે અખિલેશના રાજકીય કદની સરખામણી તેમના પિતા મુલાયમસિંહ યાદવ સાથે કરવામાં આવે છે.
૨૦૧૯માં એનડીએ ૬૪ બેઠકો જીતી હતી, જેમાંથી ભાજપને ૬૨ બેઠકો મળી હતી. કોંગ્રેસે યુપી, રાયબરેલીમાં માત્ર ૧ સીટ જીતી હતી, પરંતુ આ વખતે પાર્ટીના ખાતામાં ૭ સીટ આવી છે.
મમતાના ગઢ પશ્ચિમ બંગાળમાં પણ ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. મમતા બેનર્જીની પાર્ટી ટીએમસી રાજ્યની ૪૨ લોકસભા સીટોમાંથી ૨૯ સીટો પર છે. આનો અર્થ એ થયો કે રાજ્યની કુલ ૪૨ બેઠકોમાંથી ટીએમસીને વધુ સાત બેઠકોનો ફાયદો થયો છે. જ્યારે ભાજપ ૧૨ સીટ મળી છે. તૃણમૂલ કોંગ્રેસની મત ટકાવારી ૪૫.૭૭ ટકા નોંધાઈ હતી, જે તેને ૨૦૧૯માં મળેલા ૪૩.૭ ટકા મત કરતાં બે ટકાથી વધુ છે.
ગત વખતે ભાજપને અહીં ૧૮ બેઠકો મળી હતી. જ્યારે ૨૨ ટીએમસી અને બે કોંગ્રેસને મળી હતી. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં તૃણમૂલનો વોટ શેર પણ ૪.૬૪ ટકા વધ્યો હતો, તે વર્ષે ભારતીય જનતા પાર્ટીનાં વોટ શેરમાં ૨૨.૨ ટકાનો મોટો વધારો નોંધાયો હતો. બીજી તરફ, રાજ્યમાં ભાજપની મત ટકાવારીમાં બે ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે, જે ચૂંટણી વિશ્લેષકોના અનુમાનોથી વિપરીત છે.
હરિયાણામાં મોટી ઉથલપાથલ જાેવા મળી છે. ૨૦૧૯માં દસેદસ બેઠકો જીતનાર ભાજપને કિસાન આંદોલન નડી ગયું અને આ વખતે ૫ બેઠકો પર આવી ગઈ છે, અહીં ભાજપને સીધી રીતે ૫ સીટનું નુકશાન છે. ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શકી ન હતી તે આ વખતે ૫ બેઠકો જીતવામાં સફળ રહી છે. લોકસભાની ચૂંટણીમાં આ જીત આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ માટે જીવાદોરી તરીકે કામ કરશે. હરિયાણામાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ માટે આ જીત ઘણી મહત્વની છે.
ગુજરાતમાંથી ઉઠેલ ક્ષત્રિય વિવાદનું નુકશાન ભાજપને રાજસ્થાનમાં વેઠવું પડ્યું છે. રાજસ્થાનમાં જે બેઠકોમાં કોંગ્રેસને વિજય મળ્યો છે તેમાં રાજપૂત મતની મહત્વની ભૂમિકા રહી છે. સવાઈ માધોપુર, દૌસા, કરૌલી- ધૌલપુર, ટોંક, ભરતપુરમાં ગઈ વિધાનસભામાં ભાજપે રાજપુતોને રાજકીય પ્રતિનિધિત્વ આપ્યું ન હતું. ટિકિટ ફાળવણીનો વિવાદ થયો હતો, પરંતુ ચૂંટણી વખતે યેનકેન પ્રકારે ઠારી દેવાયો હતો. લોકસભાની ચૂંટણી પહેલાં આ વિવાદને પુરુષોત્તમ રૂપાલાના નિવેદનથી ફરી હવા મળી. રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદાસ્પદ નિવેદનની અસર ભલે ગુજરાતમાં જણાઈ નહીં, રાજસ્થાનના રાજપુત સમાજમાં તેના ઘેરા પડઘાં પડ્યાં હતાં.
બીજું, જાટ અને રાજપુત સમાજ પર વસુંધરા રાજેનો પ્રભાવ છે. વિધાનસભાની ચૂંટણી પછી વસુંધરાની ભાજપે સદંતર અવગણના કરી. વસુંધરાની નારાજગી વચ્ચે ભજનલાલ શર્માને મુખ્યમંત્રી બનાવી દેવાતાં જાટ-રાજપુત સમાજ નારાજ હતો. આમ, રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે.બે વખત ૨૫માંથી ૨૫ બેઠકો જીતનાર ભાજપને આ વખતે માત્ર ૧૪ બેઠકો મળી છે. આ પછી, બાકીની બેઠકોમાંથી ૮ કોંગ્રેસ અને ૩ સહયોગી પક્ષોને ગઈ.
મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે ફરી ફૉર્મમાં છે. જાણકારો કહે છે કે ઠાકરે પરિવાર અને શિવસેના સાથે મરાઠી મતદાતાનાં ભાવનાત્મક જાેડાણનો ફાયદો ‘મહાવિકાસ અઘાડી ગઠબંધન’ને મળ્યો છે. તો અહીં ભાજપ અને એનાં સહયોગી દળોને ભારે નુકસાન થયું છે. મહારાષ્ટ્રમાં ભાજપની બેઠકો લગભગ અડધી થઈ છે અને એને માત્ર નવ બેઠક જ મળી છે. અને ભાજપના મહાયુતિ ગઠબંધને માત્ર ૧૭ બેઠકો મળી છે. આ ગઠબંધનમાં સામેલ એકનાથ શિંદેના શિવસેના શિંદે જૂથને સાત બેઠક મળી છે. લાગે છે કે શિવસેના સામેનું વેર ભાજપને અહીં મોંઘું પડી ગયું છે. બીજી તરફ કોંગ્રેસે પણ દ્ગઝ્રઁ સાથે ગઠબંધન કર્યું હતું અને આ બંને પક્ષો મળીને મુશ્કેલીથી પાંચ બેઠકો જીતવામાં સફળ રહ્યા હતા. જાે કે, એક અપક્ષ અને એક છૈંસ્ૈંસ્ ઉમેદવારે પણ જીત મેળવી હતી.
મધ્યપ્રદેશમાં કોંગ્રેસનું અને પંજાબમાં ભાજપનું ખાતું જ ન ખુલ્યું. મણિપુર, મેઘાલય, લક્ષદ્વીપમાં ભાજપ શૂન્ય.
એકંદરે, ભારતીય જનતા પાર્ટીને લોકસભા ચૂંટણી ૨૦૨૪માં ૬૩ સીટનું નુકશાન થયું છે. જ્યારે કોંગ્રેસને ૪૭ સીટોનો ફાયદો થયો છે. ૨૦૧૯માં માત્ર ૫૨ બેઠકો જીતનારી કોંગ્રેસની સંખ્યા આ વખતે ૯૯ પર પહોંચી ગઈ છે. આ વખતે કોંગ્રેસનો વોટ શેર ગત વર્ષની સરખામણીમાં ૧૯.૭થી વધીને આ વખતે ૨૧.૧૯ થયો છે. આ વખતે પાર્ટીએ તેના વોટ શેરમાં લગભગ ૨.૫ ટકાનો વધારો કર્યો છે. તો ભાજપને ૩૭.૦૩ ટકા વોટ શેર મળ્યા છે. ૨૦૧૯માં પાર્ટીનો વોટ શેર ૩૭.૩૦ ટકા હતો. આ રીતે, પાર્ટીને .૨૭ ટકા વોટ શેરનું મામૂલી નુકસાન થઈ રહ્યું છે. સીટોના મામલે કોંગ્રેસે અદ્દભૂત સ્ટ્રાઈક રેટ દર્શાવ્યો છે. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીને માત્ર ૫૨ બેઠકો મળી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ તે ચૂંટણીમાં પાર્ટીના ગઢ અમેઠીથી હારી ગયાં હતાં. તેમના સિવાય વર્તમાન પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે જેવા દિગ્ગજ નેતાઓને પણ હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, આ વખતે કોંગ્રેસે તેની સીટો લગભગ બમણી કરી દીધી છે. અમેઠીમાં કોંગ્રેસના ઉમેદવાર કિશોરીલાલ શર્માએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીને હરાવીને પાર્ટીનો જૂનો ગઢ પાછો મેળવી લીધો છે. રાહુલ ગાંધીએ યુપીની રાયબરેલી અને કેરળની વાયનાડ બંને બેઠકો જીતી છે.
અલબત્ત, આ વખતે ભાજપ પોતાના દમ પર બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી છે તેમ છતાં લોકસભા ચૂંટણીના પરિણામો બાદ ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકારની રચના નિશ્ચિત છે.