વડોદરા : વડોદરા કોર્પોરેશનની ચૂંટણીમાં આજે ફોર્મ ચકાસણી દરમિયાન વોર્ડ નં.૮ના ભાજપના ઉમેદવાર કેયુર રોકડિયા સામે અપક્ષ ઉમેદવારે તેમના ધારાશાસ્ત્રી મારફત ઓફિસ ઓફ પ્રોફિટના મુદ્દે વાંધો ઉઠાવીને ફોર્મ રદ કરવા વાંધો રજૂ કર્યો હતો. જાે કે ચૂંટણી અધિકારીએ કેયુર રોકડિયાએ એફઆરસીમાંથી રાજીનામું આપ્યું હોવાનો રજૂ કરેલો પુરાવો માન્ય રાખી વાંધાઅરજીને ફગાવી ઉમેદવારીપત્ર માન્ય રાખ્યું હતું. આ સંદર્ભે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીશું તેમ ધારાશાસ્ત્રીએ જણાવ્યું હતું.
વોર્ડ નં.૮ના અપક્ષ ઉમેદવાર સ્વેજલ વ્યાસે જણાવ્યું હતું કે એફઆરસી કમિટીના સભ્ય કેયુર રોકડિયાએ ભાજપના ઉમેદવારોની યાદી રજૂ થયા બાદ એફઆરસીમાંથી રાજીનામું આપ્યું છે, પરંતુ તે સ્વીકાર્યું છે કે કેમ તેની લેખિત માહિતી ઉમેદવારી ફોર્મ સાથે રજૂ કરી નથી. જેથી ધારાશાસ્ત્રી શૈલેષ અમીને ઓફિસ ઓફ પ્રોફિટ કરી વ્યાખ્યામાં આવતંુ હોય ફોર્મ રદ કરવાની રજૂઆત કરી હતી. જાે કે, ચૂંટણી અધિકારીએ મેલ પર રાજીનામું સ્વિકૃતિ કરતો પત્ર આવતાં ફોર્મનો સ્વીકાર કર્યો હતો. જાે કે, ધારાશાસ્ત્રી શૈલેષ અમીને કહ્યું હતું કે શિક્ષણ વિભાગને રાજીનામું સ્વીકૃત કરતા પત્રની નકલ માગી ત્યારે ચૂંટણી અધિકારીએ આપવાનો ઈન્કાર કર્યો હતો. આ પ્રોસેસની વીડિયોગ્રાફી આપવાનો પણ ઈન્કાર કર્યો હતો. આ બાબતે નામદાર હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરીશું તેમ જણાવ્યું હતું.