અમદાવાદ-
આગામી 1 માર્ચે યોજાનારી રાજ્યસભાની ખાલી પડેલી બે સીટો માટે ભાજપે બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, ભાજપ દ્વારા રામ મોકરીયા અને દિનેશ પ્રજાપતિના નામની જાહેરાત કરી છે, રાજ્યસભામાં કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપાના અભય ભારદ્વાજ ના અકાળ મૃત્યુ બાદ ખાલી પડેલી બે બેઠકો માટે ચુંટણી આયોગ દ્વારા આગામી માર્ચમાં ચુંટણી યોજવાનું આયોજન કર્યું હતું, બંને બેઠકો ઉપર ચુંટણી માટે 11 ફેબ્રુઆરીનાં રોજ આ બેઠકો માટે પેટા ચુંટણી નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. 18 ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ ભરવાની મુદત આપવામાં આવી છે અને 19 ફેબ્રુઆરીના રોજ ફોર્મ ભરવાનું રહેશે અને 22 ફેબ્રુઆરી સુધીમાં ફોર્મ પાછુ ખેંચી શકાશે, પહેલી માર્ચના રોજ મતદાન કરવામાં આવશે, સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધીમાં મતદાન કરવામાં આવશે અને સાંજે 5 વાગે મતગણતરી યોજાશે, કોંગ્રેસ દ્વારા આ બન્ને ખાલી પડેલી બેઠકો ઉપર પોતાના ઉમેદવારો ઉતારવાની નાં પાડી રહ્યા છે માટે રાજ્યસભામાં 11 માંથી 9 બેઠકો ઉપર ભાજપાના સાંસદો હશે અને માત્ર 3 બેઠકો ઉપર કોંગ્રેસનાં સાંસદો બચશે.