ભાજપ અને શિવસેના મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકે છેઃ રામદાસ અઠાવલે

મુંબઇ-

ભાજપ અવે શિવસેનાની નજીક આવવાની અટકળોની વચ્ચે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા રાજ્ય મંત્રી રામદાસ અઠાવલે એ મોટું નિવેદન આપ્યું છે. અઠાવલે એ કહ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના મળીને સરકાર બનાવી શકે છે. કેન્દ્રીય મંત્રી એ તેના માટે એક ફોમ્ર્યુલા પણ બતાવી છે. આપને જણાવી દઇએ કે તાજેતરમાં જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. ત્યારબાદથી જ બંને પૂર્વ સહયોગીઓની નજીક આવવાની અટકળો શરૂ થઇ ગઇ છે.

રામદાસ અઠાવલે એ કહ્યું કે ભાજપ અને શિવસેના સહિત અન્ય પક્ષોની ‘મહાયુતિ’ (મહાગઠબંધન) સરકાર બનાવી શકે છે. આ મહાયુતિમાં મુખ્યમંત્રી પદને અડધ-અડધા કાર્યકાળ માટે શિવસેનાની સાથે વહેંચી શકાય છે. અઠાવલે એ કહ્યું કે આ મુદ્દા પર તેમણે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કરી અને ટૂંક સમયમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે પણ બેઠક કરાશે.મંત્રી રામદાસ અઠાવલેના આ નિવેદનથી કોંગ્રેસની મુશ્કેલીઓ વધવાનું નક્કી છે. મહારાષ્ટ્ર સરકારમાં કોંગ્રેસ પણ સામેલ છે. એવામાં ભાજપ અને શિવસેના ફરીથી એક છતની નીચે આવે છે તો તેને ચોક્કસ બહાર જવું પડશે. પહેલેથી જ કોંગ્રેસ ખરાબ સ્થિતિમાંથી પસાર થઇ રહી છે. ચૂંટણીમાં સતત મળી રહેલી હારની સાથે જ તેના નેતા સાથ છોડી રહ્યા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા જિતિન પ્રસાદ પણ બુધવારના રોજ ભાજપમાં સામેલ થઇ ગયા. આની પહેલાં જ્યોતિરાદિત્ય સિંધિયા છેડો ફાડી ચૂકયા છે.
© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution