બિપાશા બાસુએ યોગનું મહત્વ જણાવ્યું: ચાહકો સાથે ડીજીટલ પ્લેટફોર્મ પર યોગા કરશે  

આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. આ પહેલીવાર છે જ્યારે કોરોના મહામારીના કારણે આ વર્ચુઅલ સ્પેસ પર મનાવવામાં આવશે. આને કારણે લોકો એક જગ્યાએ એકઠા થઈને યોગ નહીં કરે. યોગ દિન નિમિત્તે બોલિવૂડ અભિનેત્રી બિપાશા બાસુએ યોગની વિશેષતા વર્ણવી છે અને આને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરવા તેના ચાહકોને અપીલ કરી છે.

વિશ્વ યોગ દિવસ નિમિત્તે બિપાશા બાસુએ તેના યોગા પોઝની એક તસ્વીર ર તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે અને તેના પર કેપ્શન લખ્યું છે કે, 'હું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોગ કરવા માટે સંપૂર્ણ તૈયાર છું. 5000 કરતાં વધુ વર્ષોથી, તે આપણી પ્રાચીન શાસ્ત્રો અને ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. જેમ જેમ વિશ્વ યોગના સંદેશને ફેલાવવા માટે એક થાય છે, તેમ હું સાંજે 6 વાગે બધાં સાથે ઇન્સ્ટાગ્રામ પર તમારા બધા સાથે લાઇવ ચેટ કરીશ કે, હું ઘરે મારા યોગ વર્કઆઉટ કેવી રીતે કરી રહી છું. '

21 જૂન 2015 ના રોજ વિશ્વમાં પહેલીવાર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારબાદ દર વર્ષે તે દિવસ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે પરંતુ આ પહેલીવાર હશે જ્યારે તે ડિજિટલ રીતે ઉજવવામાં આવશે. આપને જણાવી દઈએ કે 11 ડિસેમ્બર 2014 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં જાહેરાત કરવામાં આવી હતી કે 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' દર વર્ષે 21 જૂને ઉજવવામાં આવશે. આ વર્ષના યોગ દિવસની થીમ 'ઘર પર યોગા અને પરિવાર સાથે યોગ' છે.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution