કોડીનાર અને તાલાળા ખાતે મતદાન જાગૃતિ અંગે બાઇક રેલી યોજાઇ

જુનાગઢ-

ગીર-સોમનાથ જિલ્લામાં આગામી ૨૮ ફેબ્રુઆરી નાં રોજ સ્થાનિક સ્વરાજ્ય તેમજ નગરપાલિકા ચૂંટણી-૨૦૨૧ યોજવામાં આવનાર છે. જે અન્વયે મતદારો મતદાન કરવા પ્રોત્સાહિત થાય અને લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતના લાવવા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અજય પ્રકાશના માર્ગદર્શન હેઠળ અધિક કલેકટર , સ્વેપ નોડલ અધિકારી અને મામલતદારશ્રી દ્વારા કોડીનાર ખાતે બાઇક રેલી યોજાઇ હતી.

જે અંતર્ગત કોડીનારમાં મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કુલ, ભ.ભા. વિદ્યાલય, શાહ એમ.એમ.હાઇસ્કુલ, નાલંદા હાઇસ્કુલ કોડીનાર અને તાલાળામાં નગરપાલિકા હાઇસ્કુલ, નવજીવન હાઇસ્કુલ, નુતન હાઇસ્કુલ, વલ્લભાચાર્ય હાઇસ્કુલના શિક્ષકો આચાર્યશ્રીઓએ સહભાગી થઇ બાઇક ઉપર મતદાન જાગૃતિના પ્લે કાર્ડ સાથે મતદારોને ૨૮/૦૨/૨૦૨૧નાં રોજ મતદાન અવશ્ય કરવાની અપીલ કરી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution