દિલ્હી-
રાજ્યના કિશનગંજ શહેરની સલામ કોલોનીમાં સવારે ત્રણ વાગ્યે એક દુ:ખદ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. આ અકસ્માત બાદ ગામમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કિશનગંજ પોલીસ સ્ટેશન વિસ્તારની સલામ કોલોનીમાં આ અકસ્માત થયો હતો, જ્યાં એક જ પરિવાર સાથે જોડાયેલા પાંચ લોકો નું ભીષણ આગ માં લપેટાઈ ને મોત નીપજ્યું હતું. મૃતકોમાં નૂર આલમ સહિત ચાર બાળકોનો સમાવેશ છે. મૃત્યુ પામનારાઓમાં બે પુત્રીઓ અને નૂરના બે પુત્રનો સમાવેશ છે. તે જ સમયે, તેની પત્ની આગને કારણે દાઝી જતા ગંભીર ઇજાઓ થઈ હતી, જેમને સદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેની હાલત નાજુક છે.
કેસની માહિતી મળતાની સાથે જ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે,' દરેકના પોસ્ટ મોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે. મૃતકના સંબંધીઓને વળતર ચૂકવવાની પણ જાહેરાત કરવામાં આવી છે.' સ્થાનિક લોકોએ જણાવ્યું કે, આ આગ સિલેન્ડરના વિસ્ફોટને કારણે લાગી હતી. આસપાસના લોકોએ સિલેન્ડર ફાટવાનો અવાજ સાંભળતાંની સાથે જ લોકો તુરંત ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ વિસ્તારના લોકોએ તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઘણી જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.
આગમાં ચાર મકાનો સંપૂર્ણ રીતે સળગી ગયા ફાયર બ્રિગેડે આગને કાબૂમાં કરી શકી ત્યાં સુધીમાં, આગની લપેટ માં આવેલા આસપાસના ચાર મકાનો સંપૂર્ણ રીતે સળગી ગયા હતા. સમાચાર અનુસાર, મૃતક નૂર બાબુ વ્યવસાયે મિકેનિક હતો, તે સલામ કોલોનીમાં ભાડે મકાનમાં પત્ની અને ચાર બાળકો સાથે રહેતો હતો.