મુંબઇ
'બિગ બોસ 14'માં આ વખતે ઘણી મસ્તી જોવા મળી રહી છે. સીનિયર્સની એન્ટ્રીએ શોનો આખો સીન જ પલટાવી દીધો છે. દરેક જગ્યાએ સીનિયર્સની દાદાગીરી જોવા મળી રહી છે. ઘરવાળાનાં ખાવા પીવાતી લઇને સેવા સુધી બધા પર સિનિયર્સનું રાજ છે. એવામાં ફ્રેશર સીનયિર્સ સિદ્ધાર્થ શુક્લા ગોહર ખાન અને હિના ખાનથી ઘણાં પરેશાન થઇ ગયા છે. શોનાં પહેલાં વીકેંડ કા વારમાં સલમાન ખાન પણ સ્પર્ધકો પર ગરજતો નજર આવ્યો હતો. આ વચ્ચે શોમાં કોણ રહેશે અને કોમ જશે તેનો નિર્ણય સીનિયર્સ પર છોડવામાં આવ્યો છે.
સીનિયર્સનાં નિર્ણય મુજબ, આ વખતે સારા ગુરપાલ પણ સ્પર્ધક છે જે ઘરની બહાર જશે. આ વાતની જાણકારી બિગ બોસનાં ફેન પેજ પર શેર કરવામાં આવી છે. ખરેખરમાં ગત વીકેન્ડમાં કોઇપણ સ્પર્ધક ઘરની બહાર નથી ગયા. જે બાદ બિગ બોસનાં સીનિયર્સ પર આ નિર્ણય છોડવામાં આવ્યો જે બાદ સીનિયર્સે પંજાબી સિંગર સારા ગુરપાલનું નામ લીધું છે. જોકે, હજુ સુધી આની ઓફિશિયલ જાહેરાત કરવામાં આવી નથી.
આપને જણાવી દઇએ કે, આ વખતે બિગ બોસની સીઝન જુની સિઝન્સ કરતાં ઘણી અલગ છે. કોરોના કાળની વચ્ચે જ્યાં શોની શરૂઆત થઇ છે. ત્યાં સ્પર્ધકો ઉપરાંત આ વખતે ગત સીઝન્સનાં ત્રણ સીનિયર્સે પણ એન્ટ્રી કરી છે. જેમાં સિદ્ધાર્થ શુક્લા, ગૌહર ખાન અને હિના ખાન શામેલ છે.
જોકે, સીનિયર્સની એન્ટ્રી સ્પર્ધકોને પરેશાન કરવાં માટે થઇ હોય તેમ લાગે છે. કારણ કે, તેમને લાગે છે કે, આ ત્રણેય તેમની મનમાની કરી રહ્યાં છે. અને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યાં છે. પણ જેમ જેમ શો આ ગળ વધે છે. લાગે છે કે સ્પર્ધકોનાં રંગ ધીમે ધીમે સામે આવી રહ્યાં છે.