મુંબઇ
બિગ બોસ 14 દરમિયાન કન્ટેસ્ટન્ટ એઝાઝ ખાને અત્યારસુધી સિંગલ હોવાની વાતની સ્પષ્ટતા કરી છે. રાહુલ વૈદ્યે એઝાઝને પૂછ્યું હતું કે શંલ તમે ક્યારેય લગ્નની નજીક પહોંચ્યા હતા? આ પ્રશ્ન પર એઝાઝે કહ્યું, 2015માં મારા લગ્ન થવાના હતા, પરંતુ લગ્નના એક મહિના પહેલાં બધું પૂરું થઈ ગયું. બંને પરિવાર વચ્ચે અમુક બેઝિક મુદ્દામાં વિવાદ થયો, જે હું અને મારી મંગેતર સોલ્વ ના કરી શક્યાં.
એઝાઝે રાહુલને કહ્યું, તેની એકલીની ભૂલ નહોતી, બંનેની ભૂલ હતી. અમારી મરજીથી આ નિર્ણય લીધો હતો. મને નથી લાગતું જે અમારા બંનેમાંથી કોઈપણ તૈયાર હતું. ફંડામેન્ટલ ઈશ્યુ હતા અને પછી મારી વસ્તુઓને લીધે સ્થિતિ ખરાબ થઇ ગઈ. બધું નક્કી હતું અને બધું પૂરું થઇ ગયું. તે જતી રહી અને હું બધું હારી ગયો. આ અમારા બંનેની ભૂલ હતી, પણ અમુક વિવાદ અમે ઉકેલી ના શક્યા.
બિગ બોસ હાઉસમાં એઝાઝે જણાવ્યું હતું કે હું મગજની બીમારીમાંથી બહાર આવી શકતો નહોતો. આ સતત ચાલતી પ્રોસેસ હતી. ક્યારેક એવો સમય આવે છે, જ્યારે હું એકલાપણાથી ડરું છું. પોતાનાથી ડરું છું. 2015થી 2017 સુધીના બે વર્ષ મારા માટે સૌથી અઘરા રહ્યા, પણ હવે મને ખબર છે કે થેરપી કરાવવી સારી વાત છે. કોઈ બીજા પર વિશ્વાસ મૂકવો સારી વાત છે, પણ જે જેવું છે, તેને એ રીતે જ સ્વીકાર કરવું ઘણું જરૂરી છે. હું આવો જ છું અને આવું જ અનુભવ કરું છું. જેટલા તમે આ ફેક્ટથી ભાગશો કે તમને કઈ નહિ થાય, એટલી જ તમને ડરથી તકલીફ થશે.