મુંબઇ
ટીવીનાં વિવાદિત શો 'બિગ બોસ 14'માં દેવોલીના ભટ્ટાચાર્જીનાં કનેક્શનનાં રૂપમાં પારસ છાબરાએ ઘરમાં એન્ટ્રી લીધી છે. રાખી સાવંત સહિતનાં અન્ય સ્પર્ધકોએ તેનો ઉત્સાહથી સ્વાગત કર્યું છે. બાદમાં જ્યારે પારસની રાખી સાથે વાત થઇ અને રાખીએ તેને પુછ્યું કે, તેનું અને પવિત્રા પુનિયાનું બ્રેક અપ કેમ થયું. તો શરૂઆતમાં પારે આ સવાલનો જવાબ આપવાનું ટાળ્યું. બાદમાં કહ્યું કે, આ સંબંધ તુટે 2-3 વર્ષ થઇ ગાય છે. પણ બાદમાં તેણે બ્રેકઅપ પાછળનું કારણ જણાવ્યું હતું.
પારસ છાબરા એ જણાવ્યું કે, પવિત્રા ત્યારે લગ્ન કરેલાં હતાં જ્યારે તે મને ડેટ કરતી હતી. મને આ અંગે ત્યારે માલૂમ થયું જ્યારે તેનાં પતિએ મારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. 'તેનાં પતિએ મને મેસેજ કર્યો હતો એક દિવસ અને કહ્યું હતું કે, જેટલાં ફોટો મુકવા હોય મુકી દે... પણ તેને કહે મારાથી છુટાછેડા લઇ લે.'
તેણે વધુમાં કહ્યું કે, 'બિગ બોસ 14'માં આવતા પહેલાં જ પવિત્રા પુનિયાએ મારા વિરુદ્ધ ઝેર ઓકવાનું શરૂ કર્યું હતું. જેને કારણે તે મીડિયામાં તેનાં વિરુદ્ધ ખુલાસા કર્યા હતાં. વાતચીત દરમિાયન પારસે ઇશારામાં કહ્યું હતું કે, એઝાઝ ખાન માટે ભગનાનને પ્રાર્થના કરે છે, જેણે શોમાં પવિત્રા પુનિયા માટે તેનાં પ્રેમનો એકરાર કર્યો હતો.
રાખી આ બધુ જાણીને હેરાન પરેશાન નજર આવી. તે કહે છે કે, 'અરે પેલો બીચારો સપના જોઇને બેઠો છે લગ્નનાં..' આ પર પારસ કહે છે કે, તે જ તો હું વિચારુ છુ.. ભગનાન તેનું ભલુ કરે..
આપને જણાવી દઇએ કે, ગત મહિને એઝાઝ ખાન એ કહ્યું હતું કે, તે પવિત્રા પુનિયાને પ્રેમ કરે છે તેમ તે કહેતાં નજર આવ્યાં છે. 'જ્યારે હું પવિત્રાને મળ્યો હતો, ત્યારે તેનાં ભાઇ સાથે મુલાકાત થઇ હતી. તે ઘણો સારો માણસ છે. મે પણ મારા ભાઇથી તેને મેળવી હતી. હું તેને પ્રેમ કરતી હતી. મારી નિયત સ્પષ્ટ છે. શુદ્ધ અને પવિત્ર. જોઇએ આ સંબંધ ક્યાં સુધી જાય છે.' સોશિયલ મીડિયા પર તેમની પ્રેમ કહાની ઘણાં લાંબા સમય સુધી ટ્રેન્ડ કરી રહી છે.