મુંબઈ-
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ઉપર વીવાદાસ્પદ નિવેદન આપ્યાબાદ ધરપકડ કરવામાં આવી હતી. ધડપકડ પામેલા કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેને મોડીરાત્રે કેટલીક શરતો સાથે જામીન મળી ગયા છે. મહાડ કોર્ટે કેટલીક શરતો સાથે ૧૫૦૦૦ના અંગત બોન્ડ પર જામીનની અરજી સ્વીકારી હતી. જામીન મળતાંની સાથે જ ટવીટર પર નારાયણ રાણેએ પોસ્ટ કરી તેમણે લખ્યું કે સત્યમેવ જયતે. નાસિક પોલીસે રાણેને ફરિયાદ સંબંધે નોટિસ આપીને બે સપ્ટેમ્બરે પોલીસ સ્ટેશનમાં હાજર થવા જણાવ્યું છે.નારાયણ રાણેની રત્નાગિરી પોલીસ દ્ધારા ધડપકડ કરવામાં આવી હતી, પરંતુ તે પહેલા રાણેએ રત્નાગિરી કોર્ટમાં જામીન માટેની અરજી કરી હતી, પણ કોર્ટે તેમની અરજી નામંજૂર કરી હતી.જન આશિર્વાદ યાત્રાના કાર્યક્રમ દરમિયાન બપોરે ૩:૧૫ વાગ્યે રત્નાગીરી પોલીસ સ્ટેશનના ડીસીપી તેમની ધરપકડ કરવા આવ્યા હતા. ત્યાર બાદ રાણેને સંગ્મેશ્વર પોલીસ સ્ટેશનમાં લાવ્યા હતા. ત્યાથી મહાડ પોલીસ રાણેને તેમની સાથે લઈ ગયા હતાં .રાણે રાત્રે ૮:૩૦ વાગ્યે મહાડના એમઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચ્યા. અહીંથી, મહાડ પોલીસે રાણેને રાત્રે ૯:૫૦ વાગ્યે મહાડ કોર્ટમાં મેજિસ્ટ્રેટની સામે કરવામાં આવ્યા હતા.આ પછી ૧૧:૧૫ વાગ્યે નારાયણ રાણેની જામીન અરજી મહાડ કોર્ટે મંજૂર કરી હતી.
ઉદ્ધવ ઠાકરે પર રાણેના વિવાદિત નિવેદનને લઈને શિવસૈનિકો રોષે ભરાયેલા હતા, રાણે વિરુદ્ધ ઠેર-ઠેર ફરિયાદો નોંધાવવામાં આવી હતી અને તેમને કેન્દ્રીય મંત્રીપદેથી હટાવવાની માંગ પણ કરાઈ હતી. પોતાના નિવેદનનો બચાવકરતાં રાણેએ કહ્યું કે મેં કોઈ જ અપરાધ કર્યો નથી. જન આશીર્વાદ યાત્રા દરમિયાન રાણેએ જણાવ્યુ હતુ કે સ્વતંત્રતા દિવસના પ્રસંગે પોતાના સંબોધનમાં ઠાકરે એ ભૂલી ગયા કે દેશની આઝાદીને કેટલા વર્ષ થયા છીએ. આ શરમજનક છે કે મુખ્યમંત્રીને એ પણ નથી ખબર કે આપણે આઝાદ થયાને કેટલા વર્ષ થયા છે.ભાષણ દરમિયાન તે પાછળ વળીને આ અંગે પૂછતાં જ રહ્યા હતા. જો હું ત્યાં હોત તો તેમના કાન નીચે એક થપ્પડ લગાવી દેત...આ નિવેદન સામે આવતાંની સાથે જ શિવસૈનિકો વિફર્યા હતા અને ઠેર-ઠેર હોબાળો મચાવી દીધો હતો.