બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રના પ્રવેશ દ્વારે મોટો ખાડો ઃ દર્દીઓ તેમજ ૧૦૮ ના ચાલકો હાલાકી


બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્રના પ્રવેશ દ્વારે એક ફૂટ ઊંડો અને સાત ફૂટ પહોળો મસ મોટો ખાડો પડી જતા દર્દીઓ તેમજ ૧૦૮ ના ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. જાણવા મળ્યા મુજબ બોડેલીના મંજીપુરા ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના પ્રવેશ દ્વાર પાસે મસ મોટો એક ફૂટ ઊંડો અને સાત ફૂટ પહોળો ખાડો પડી જતા રાત દિવસ સારવાર અર્થે આવતા દર્દીઓ તેમજ ૨૪ કલાક દર્દીને લઈને આવતી ૧૦૮ ને પણ અહીં થી પસાર થવું ખૂબ મુશ્કેલ બન્યું છે વરસાદને લઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રના પ્રવેશદ્વાર પાસે જ પડેલા ખાડાને લઈ આમ જનતા ખૂબ જ મુશ્કેલી વેઠી રહી છે મેલડી માતાના મંદિર પાસે આવેલ બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ના પ્રવેશ દ્વાર ના આ ખાડાને તાત્કાલિક સમારકામ કરી પૂરવામાં આવે તેવી લોક માંગ ઉદભવી છે લાગતા વળગતા આ અંગે પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી વહેલી તકે આ ખાડાને પુરાવી સારવાર અર્થે આવતા દર્દીઓ તેમજ દર્દીઓને લઈને આવતી એમ્બ્યુલન્સ ના ચાલકો તેમજ ખાનગી વાહન ચાલકો આશા સેવી રહ્યા છે

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution