itr ફાઈલ ના કર્યું હોય તેના માટે મોટી ખબર! હવે આ તારીખ સુધી ભરી શકશો રિટર્ન



જાે તમે ૩૧મી જુલાઈની નિયત તારીખ સુધીમાં પણ રિટર્ન ફાઈલ કર્યું નથી, તો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. કરદાતાઓની લાખો માંગણીઓ છતાં, આવકવેરા વિભાગે તારીખમાં કોઈ ફેરફાર કર્યો નથી પરંતુ તમે હજુ પણ રિટર્ન ફાઈલ કરી શકો છો. ઇન્કમ ટેક્સ રિટર્ન (ૈં્‌ઇ) ફાઇલ કરવાની અંતિમ તારીખ ૩૧ જુલાઈ ૨૦૨૪ પસાર થઈ ગઈ છે. જાે તમે કોઈ કારણસર ૈં્‌ઇ ફાઈલ ન કરી શક્યા તો હવે શું? શું તમારી પાસે હજુ પણ ૈં્‌ઇ ફાઇલ કરવાનો વિકલ્પ છે? હા, તમારી પાસે અંતિમ તારીખ પછી પણ ૈં્‌ઇ ફાઇલ કરવાનો વિકલ્પ છે. પ્રારંભિક સમયમર્યાદા ચૂકી ગયા પછી પણ, તમે જરૂરી દસ્તાવેજાે સબમિટ કરીને તમારો જરૂરી ટેક્સ ચૂકવી શકો છો.

તમને જણાવી દઈએ કે રિટર્ન મોડું ફાઈલ કરવા પર તમારે અમુક દંડ ભરવો પડી શકે છે. તેથી, કોઈપણ પ્રકારની સમસ્યાને ટાળવા માટે, તમને નિષ્ણાતો દ્વારા આ પ્રક્રિયાને જલ્દી પૂર્ણ કરવાની સલાહ આપવામાં આવે છે. વિલંબિત આવકવેરા રિટર્ન (વિલંબિત ૈં્‌ઇ) ફાઇલ કરવાની છેલ્લી તારીખ દર વર્ષે ૩૧મી ડિસેમ્બર છે. જાે તમે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે તમારો ટેક્સ ભર્યો નથી, તો તમારી પાસે મોડું ટેક્સ રિટર્ન ફાઇલ કરવા માટે ૩૧ ડિસેમ્બર, ૨૦૨૪ સુધીનો સમય છે.રિટર્ન ભરવામાં વિલંબને આવકવેરાની ભાષામાં વિલંબિત રિટર્ન કહેવામાં આવે છે. આનો અર્થ એ છે કે તમે ૩૧મી જુલાઈની મૂળ તારીખ પછી તમારું આવકવેરા રિટર્ન સબમિટ કરી રહ્યાં છો. આવા રિટર્ન આવકવેરા અધિનિયમ, ૧૯૬૧ની કલમ ૧૩૯(૪) હેઠળ ફાઇલ કરવામાં આવે છે.

જાે તમે ૩૧મી જુલાઈની અંતિમ તારીખ પછી તમારું ઈન્કમ ટેક્સ રિટર્ન (ૈં્‌ઇ) ફાઈલ કરો છો, તો આ પ્રક્રિયા ૩૧મી જુલાઈ પહેલા ફાઇલ કરવાની પ્રક્રિયા જેવી જ છે. જાે કે, મોડું આઇટીઆર ફોર્મ ફાઇલ કરતી વખતે, તમારે સેક્શન ૧૩૯(૪) પસંદ કરવું પડશે અને ૧૩૯(૧) નહીં. જ્યારે તમે નિયત તારીખ એટલે કે જુલાઈ ૩૧, ૨૦૨૪ ના રોજ અથવા તે પહેલાં તમારું ૈં્‌ઇ ફાઇલ કરો છો ત્યારે કલમ ૧૩૯(૧) પસંદ કરવામાં આવે છે.

જાે નિયત તારીખ પછી ૈં્‌ઇ સબમિટ કરવામાં આવે છે, તો આવકવેરા કાયદાની કલમ ૨૩૪હ્લ હેઠળ લેટ ફાઇલિંગ ફી ચૂકવવી પડશે. આ મુજબ, લેટ આઇટીઆર ફાઇલ કરનારાઓ પર ૫,૦૦૦ રૂપિયાની પેનલ્ટી લાગુ પડે છે, જાે રિટર્ન આકારણી વર્ષની ૩૧ ડિસેમ્બર પહેલાં ફાઇલ કરવામાં આવે. જાે કુલ આવક રૂ. ૫,૦૦,૦૦૦ થી વધુ ન હોય તો દંડ રૂ. ૧,૦૦૦ સુધી રહે છે. જેમની કરપાત્ર આવક રૂ. ૫ લાખથી વધુ નથી, તેમના માટે ૈં્‌ઇ મોડું ફાઇલ કરવા પર રૂ. ૧,૦૦૦નો દંડ છે. અહીં એ પણ ધ્યાનમાં રાખવા જેવું છે કે જાે તમારી પાસે કોઈ ટેક્સ બાકી ન હોય તો પણ તમારે આ દંડ ભરવો પડશે. જાે તમારી કુલ આવક મૂળભૂત મુક્તિ મર્યાદા કરતાં ઓછી છે, તો ૈં્‌ઇ મોડું ફાઈલ કરવા પર કોઈ લેટ ફી લાગશે નહીં. પરંતુ એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે જાે તમારી કુલ આવક મુક્તિ મર્યાદા કરતા ઓછી છે, પરંતુ ૈં્‌ઇ ફાઇલ કરવી જરૂરી છે, તો દંડ પણ લાદવામાં આવશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution