અમેરિકાના એક જાણીતા રિટેલર big lot એ પણ ૪૦ સ્ટોર બંધ કરવાની જાહેરાત કરી



અમેરિકન ઈકોનોમી એવી સ્થિતિમાં છે જ્યાં ગ્રોથ રેટ વધ્યો પરંતુ સ્ટોર્સ બંધ થઈ રહ્યા છે. બિગ લોટ્‌સ જેવા મોટા રિટેલરે ગમે ત્યારે દેવાળું ફૂંકવું પડે તેમ છે કારણ કે તેના સ્ટોરમાં નફો ઘટ્યો છે. કંપનીઓ વધારે ખોટ સહન કરી શકે તેમ નથી. ૨૦૨૦ પછી ઘણા સ્ટોરની આવી હાલત છે. આ વર્ષ કાઢવું મુશ્કેલ છે.

અમેરિકાની ઈકોનોમીમાં કોઈ મોટી તકલીફ હોય તેવું લાગે છે. અમેરિકામાં ૫૦માંથી ૪૮ સ્ટેટમાં જેની હાજરી છે અને ૧૩૦૦થી વધુ સ્ટોર ધરાવે છે તેવા એક રિટેલરની હાલત ખરાબ છે અને તે ટકી શકશે કે નહીં તે સવાલ છે. આમ તો અમેરિકાની ઈકોનોમી મજબૂત બની રહી છે છતાં કેટલાક સેક્ટર એવા છે જેની હાલત રોજેરોજ ખરાબ થતી જાય છે. રિટેલ ઈન્ડસ્ટ્રીમાંથી હજારો લોકોને છુટા કરવામાં આવ્યા છે, સેંકડો સ્ટોર બંધ કરવા પડ્યા છે અને હજુ પણ ઘણા સ્ટોરને તાળા લાગી જાય તેવી શક્યતા છે. અમેરિકાના એક જાણીતા રિટેલર મ્ૈખ્ત ન્ર્ંજ એ પણ ૪૦ સ્ટોર બંધ કરવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં, આટલા સ્ટોર બંધ કર્યા પછી પણ કંપની ટકી શકશે કે નહીં તે એક સવાલ છે. બિગ લોટ્‌સે જાહેરાત કરી કે ૨૦૨૪માં તેણે જે નવા સ્ટોર ખોલ્યા છે તેના કરતા ત્રણ ગણા વધુ સ્ટોર્સ બંધ કરશે. બિગ રિટેલર એ ડિસ્કાઉન્ટ રિટેલર છે અને શક્ય એટલા નીચા ભાવે પ્રોડક્ટ વેચીને બિઝનેસ મેળવવાની પોલિસી ધરાવે છે. પરંતુ તેમાં પણ હવે વળતા પાણી છે.

ઓહાયો સ્થિત બેગ લોટ્‌સે કહ્યું કે અમે ત્રણ સ્ટોર નવા ખોલવાના છીએ અને ઓછામાં ઓછા ૩૫થી ૪૦ સ્ટોર બંધ કરવાના છીએ. આ માહિતી શેરબજારને પણ આપી દેવામાં આવી છે. કંપની માને છે કે આગામી દિવસોમાં તેને વધુ ઓપરેશનલ લોસ જશે. એટલું જ નહીં, સ્ટોરની સંખ્યા ઘટાડ્યા પછી પણ કંપની ટકી જશે કે નહીં તે એક સવાલ છે.

સવાલ એ થાય છે કે અમેરિકન ગ્રાહકો તો વધુને વધુ ખરીદી કરવામાં માને છે. તેઓ સૌથી વધુ ખર્ચ કરતા કન્ઝ્‌યુમર છે, તો પછી બિગ લોટ્‌સે તેના સ્ટોર બંધ કેમ કરવા પડે. તેનો જવાબ એ છે કે અમેરિકામાં ફુગાવો - મોંઘવારી વધ્યા છે જેના કારણે લોકોની બચતને અસર થઈ છે અને તેમણે જરૂરી ન હોય તેવી ચીજાે ખરીદવાનું સાવ ઓછું કરી નાખ્યું છે. તેથી બિગ લોટ્‌સ જેવા સ્ટોર્સને અસર થઈ છે. છેલ્લા ત્રણ મહિનામાં અમેરિકામાં ગ્રોથ રેટ ધીમો પડ્યો છે.

બિગ લોટ્‌સની નાણાકીય સ્થિતિ કેવી છે તેની વાત કરીએ તો મે મહિનામાં જે ક્વાર્ટર પૂરું થયું તેમાં બિગ લોટ્‌સે ૨૦૫ મિલિયન ડોલરની નેટ લોસ નોંધાવી હતી. કંપનીના પ્રેસિડન્ટે કહી દીધું કે સ્થિતિ બહુ મુશ્કેલ છે. લોકો જે ચીજાે જરૂરી હોય તે જ ખરીદી છે. વધારે ઊંચી કિંમતની પ્રોડક્ટ વેચાતી નથી. પહેલા ક્વાર્ટરમાં જ આ રિટેલરનું વેચાણ ૧૦ ટકા ઘટીને માત્ર એક અબજ ડોલર થઈ ગયું હતું. બિગ લોટ્‌સ પોતાના સ્ટોર બંધ કરે તે મોટી વાત કહેવાય કારણ કે યુએસના ૪૮ સ્ટેટમાં તેના લગભગ ૧૩૦૦ કરતા વધારે સ્ટોર છે. તાજેતરમાં બીજા કેટલાક રિટેલરો પણ આવા જ રસ્તે જઈ રહ્યા છે. અમેરિકામાં સૌથી મોટી ફાર્મસી ચેઈન વોલગ્રીન્સે પણ તેના હજારો સ્ટોર બંધ કરવાની જાહેરાત કરી હતી. તે ઉપરાંત વોલમાર્ટ, ટાર્ગેટ અને બીજા રિટેલરો પણ જે લોકેશન પર નફો ન હોય અથવા જ્યાં ખર્ચનું સારું વળતર મળતું ન હોય ત્યાં પોતાના સ્ટોર બંધ કરવાનો વિચાર કરે છે. બિગ લોટ્‌સે શેરબજારને જે ફાઈલિંગ આપ્યું, તેમાં કહ્યું છે કે વર્ષ ૨૦૨૪માં કેટલાક મેક્રોઈકોનોમિક પડકારો છે જેમાં ફુગાવો પણ વધ્યો છે. મોંઘવારી વધે ત્યારે લોકોની ખરીદશક્તિને અસર થાય છે. આ ઉપરાંત બીજા રિટેલરોની જેમ બિગ લોટ્‌સના પણ વેચાણમાં ઘટાડો થયો છે. કન્ઝ્‌યુમર સ્પેન્ડિંગ ઘટ્યું છે. કંપની લોન લેતી જાય છે, દેવું વધારતી જાય છે પરંતુ તેમાંથી બહાર આવવાનો કોઈ રસ્તો દેખાતો નથી. તેના કારણે તે બેન્કરપ્સી જાહેર કરે તેવી શક્યતા છે. બિગ લોટ્‌સ જાે દેવાળું ફૂંકે, નાદારી જાહેર કરે તો તેનો અર્થ એવો થયો કે કોવિડ પછી વધુ એક બિઝનેસનો અંત આવી જશે. છેલ્લા બે-ત્રણ વર્ષના ગાળામાં રેડ લોબસ્ટર, રાઈટ એઈડ, બેડ બાથ એન્ડ બિયોન્ડ તથા ક્રિસમસ ટ્રી શોપ જેવી રિટેલ ચેઈનને તાળા લાગી ગયા છે. આ ઉપરાંત હૂટર્સ, વોલગ્રીન્સ, સિયર્સ, કેમાર્ટ, જે સી પેની અને ડિઝનીના સ્ટોર્સ પણ હજારોની સંખ્યામાં બંધ થયા છે અને આ બધું છેલ્લા ચાર વર્ષની અંદર થયું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution