છોટુ વસાવાના ગઢમાં મોટું ગાબડુંઃ BTPના 500 હોદ્દેદારો અને કાર્યકરોએ કેસરિયા કર્યા

ભરુચ-

ભારતીય ટ્રાઇબલ પાર્ટીના નેતા છોટુ વસાવાના ગઢમાં મોટું ગાબડું પડ્યું છે. ભાજપે છોટુ વસાવાના ગઢમાં મોટું ગાબડું પાડ્યું છે. રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં બીટીપીના હોદ્દેદારો અને કાર્યકરોએ ભાજપાનો ખેસ ધારણ કર્યો હતો. તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, એપીએમસી પ્રમુખ, ખરીદ વેચાણ સંઘના પ્રમુખ સહિત ૩૫ જેટલા વિવિધ ગામોના સરપંચ અને ડે. સરપંચો અને ૫૦૦થી કાર્યકરોએ કેસરિયો ધારણ કર્યો હતો.

નોંધનીય છે કે, હજુ થોડા સમય પહેલા જ ભારતીય ટ્રાઇબલ પાર્ટી અને અસદુદ્દીન ઔવેસીની પાર્ટીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં લડવા માટે ગઠબંધન કર્યું છે. આ પહેલા રાજસ્થાન અને ગુજરાતમાં બીટીપીએ કોંગ્રેસને આપેલું સમર્થન પરત ખેંચી લીધું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution