મોદી સરકારનો મોટો નિર્ણય: ફ્રીમાં મળશે LPG કનેક્શન સાથે પહેલીવાર મળશે આ ફાયદા

દિલ્હી-

આજે પ્રધાનમંત્રી મોદી દ્વારા લોન્ચ કરવામાં આવેલી ઉજ્જવલા યોજનાના લૉન્ચિંગમાં ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હાજર રહ્યા હતા. વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી થયેલ લૉન્ચિંગમાં આ સીવાય ઉપમુખ્યમંત્રી કેશવ મોર્ય અને દિનેશ શર્મા જેવા મોટાં નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉજ્જવલા યોજનાના પ્રથમ ચરણમાં સરકાર LPG કનેક્શન માટે 1600 રૂપિયા આર્થિક સહાય આપવામાં આવતી હતી. આ સહાય ડિપોઝિટ સ્વરૂપે મળતી હતી. આ યોજના અંતર્ગત ગેસ કનેક્શન મેળવનાર પરિવારને સ્ટવ અને સિલિન્ડર લેવા માટે વિના વ્યાજે લોન પણ મળતી હતી. હવે બીજા ચરણમાં LPG કનેક્શન સિવાય પ્રથમ સિલિન્ડરનું ફ્રી રીફિલિંગ પણ થશે. આ સિવાય ગેસ ચૂલા પણ મફત આપવામાં આવશે એપ્રિલ 2018 મા સરકાર યોજનાના લાભાર્થીઓને 7 કેટેગરીની મહિલાઓને આ યોજનામાં સામેલ કરી ચૂકી હતી. અનુસૂચિત જતી, અનુસૂચિત જનજાતિ, અંત્યોદર એન યોજના, અત્યંત પછાત વર્ગ, વનવાસી અને દ્વીપ સમૂહમાં રેટ લોકોને પણ સામેલ કરવામાં આવ્યા છે. ત્યાર બાદ લાભાર્થીઓની સંખ્યા 8 કરોડ થઈ ગઈ હતી.

હવે ડોક્યુમેન્ટ પણ જરૂરી નથી. બીજા ચરણમાં ડોક્યુમેન્ટ અને પેપરવર્ક પણ ઓછું કરી દેવામાં આવ્યું હતું. કેવાયસી માટે નોટરીની પણ જરૂરિયાત રહેશે નહીં. સાથે બીજી જગ્યાએ રહેતાં લોકોને પ્રવાસી પ્રમાણ પત્ર પણ નહીં આપવું પડે. હવે સેલ્ફ ડિક્લેરેશનનો પણ ઓપ્શન આપવામાં આવે છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution