બજેટમાં ટેક્સ સ્લેબથી લઈને બેઝિક છૂટમાં થઇ શકે મોટું એલાન



નવા ટેક્સ સ્લેબના અનુસાર હાલ બેઝિક છૂટની લિમીટ ૩ લાખ રૂપિયા રાખવામાં આવી હતી. જે બાદ ૭ લાખથી વધારે આવક ધરાવતા તમામ ટેક્સપેયર્સને ૫૦ હજાર રૂપિયાની સ્ટાન્ડર્ડ ડિડક્શન મળતી હતા. ત્યારે ૨૩ જુલાઈના રોજ આવનાર બજેટમાં આ બાબતે મોટું એલાન થવાની શક્યતા છે.કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારમણ મોદી ૩.૦ નું પહેલું બજેટ ૨૩ જુલાઈના રોજ રજૂ કરશે. જેને લઇ ટેક્સધારકો ટેક્સ રેટમાં થનાર સંભવિત કપાત અને છૂટના દરમાં થનાર વધઘટની કાગડોળે રાહ જાેઈ રહ્યા છે.૨૩ જુલાઈના રોજ બજેટ રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ નાણામંત્રી ર્નિમલા સીતારમણટે ટેક્સ પર રાહત આપવાનો વિચાર કરી રહ્યા છે. જેમાં સંભવિત રૂપે ન્યુ ટેક્સ રિજીમમાં ૧૫ લાખથી લઈને ૨૦ લાખ રૂપિયાની વાર્ષિક આવક ધરાવતા લોકો માટે આવક વેરાનો દર ઓછો કરવાનો છે. આ સિવાય આપને જણાવી દઇએ કે ટેક્સ સ્લેબના આધારે બેઝિક ઈન્કમ ટેક્સ છુટ ૩ લાખથી વધારીને ૫ લાખ સુધી થઈ શકે છે.

નિષ્ણાંતોનું માનવુ છે કે સરકાર નવી ટેક્સ વ્યવસ્થાને લઇ કપાત મર્યાદા ૫૦,૦૦૦ રૂપિયાથી વધારીને ૧ લાખ રૂપિયા કરી શકે છે. ઉપરાંત જુની ટેક્સ વ્યવસ્થામાં કોઇ ફેરફાન ન થવાની શક્યતાઓ છે. કારણ કે સરકારનું લક્ષ્ય વધારેમાં વધારે લોકોને નવા ટેક્સ સિસ્ટમમાં સમાવેશ થવા માટે પ્રોત્સાહિત કરવાનું છે.

ન્યુ ટેક્સ સ્લેબ અંતર્ગત જાે છૂટની મર્યાદા ૩ લાખ રૂપિયા છે. જે બાદ તમામ ટેક્સ કર્તાઓને ૫૦ હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. આ ટેક્સ સ્લેબ ૭ લાખથી વધારે આવક ધરાવતા લોકો પર લાગુ પડે છે.ટેક્સ સ્લેબ રેટ,૩ લાખ રૂપિયા સુધી ૦ %,૩ લાખ રૂપિયાથી ૯ લાખ રૂપિયા સુધી ૫ % ( કલમ ૮૭છ ના આધારે ટેક્સ છૂટ),૬ લાખ રૂપિયાથી ૯ લાખ રૂપિયા સુધી ૧૦ % ( કલમ ૮૭છ ના આધારે ૭ લાખ રૂપિયા સુધી ટેક્સ છૂટ ),૯ લાખ રૂપિયાથી ૧૨ લાખ રૂપિયા સુધી ૧૫ %,૧૨ લાખ રૂપિયાથી ૧૫ લાખ રૂપિયા સુધી ૨૦ %,૧૫ લાખ રૂપિયાથી વધારે ૩૦ %,જાે છૂટની મર્યાદા ૫ લાખ રૂપિયા હોય તો કેટલો ટેક્સ સ્લેબ થાય,જાે ૫ લાખ રૂપિયા ટેક્સ સ્લેબમાં બેઝિક છુટ આપવામાં આવે તો ૫ લાખ રૂપિયાની વધારેલ છુટ મર્યાદા બાદ કર મુક્ત આવકની મર્યાદા વધી જશે. જે બાદ લાગુ પડતી માનક કપાત ૫૦ હજાર રૂપિયા થશે.ટેક્સ સ્લેબ ( નવા ટેક્સ સ્લેબના આધારે ) ટેક્સના દર,૫ લાખ રૂપિયા સુધી ૦ % ( કલમ ૮૭છ ના આધારે ટેક્સ છૂટ),૬ લાખથી ૯ લાખ રૂપિયા સુધી ૧૦ % ( ૮ લાખ રૂપિયા સુધીની આવક પર કલમ ૮૭છ ના આધારે ટેક્સ છૂટ ),૯ લાખથી ૧૨ લાખ રૂપિયા સુધી ૧૫ %,૧૨ લાખથી ૧૫ લાખ રૂપિયા સુધી ૨૦ %૧૫ લાખ રૂપિયાથી વધારે પર ૩૦ % છુટ મળી શકે છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution