સ્વટ્‌ઝર્લેન્ડમાં 2 કટ્ટર વિરોધી બાઇડેન અને પુતિની મુલાકાતે ચીનની ઊંઘ ઊડી

દિલ્હી-

અમેરિકાની બે મોટી મહાશક્તિઓ અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિ જાે બાઇડેન અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન આગામી ૧૬ જૂનના ય્૭ દેશોની બેઠકની વચ્ચે સ્વિટ્‌ઝર્લેન્ડમાં મુલાકાત કરવા જઇ રહ્યા છે. બંને ઘોર વિરોધી નેતાઓની આ મુલાકાત પર દુનિયાની નજરો અટકેલી છે. આ દરમિયાન નિષ્ણાતોનું માનવું છે કે બાઇડેન અને પુતિનની વચ્ચે મુલાકાત ભારત માટે અત્યંત સારા સમાચાર છે જે અત્યારે પૂર્વ લદ્દાખમાં ચીનની દાદાગીરીનો સામનો કરી રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના જાણકારી સી. રાજામોહને અમેરિકન પત્રિકા ફૉરેન પોલિસમાં લખેલા પોતાના લેખમાં કહ્યું કે, ભારત આ મુલાકાતથી અત્યંત ખુશ છે. ભારતને આશા છે કે આ મુલાકાતથી બંને નેતાઓ સાથે ચાલવાનો રસ્તો સ્પષ્ટ થઈ શકે છે. રાજામોહને કહ્યું કે, અમેરિકા અને રશિયાની વચ્ચે સારા સંબંધોથી નિશ્ચિત રીતે ભારત માટે આક્રમક ચીનને સંતુલિત કરવું સરળ થઈ જશે. રાજામોહને કહ્યું કે, રશિયા અને અમેરિકાની વચ્ચે સંબંધોમાં સુધારાથી ભારત ખુદને એશિયામાં એકલું નહીં અનુભવે.

અનેક દેશોનું માનવું છે કે ચીન અને અમેરિકામાં વધતા તણાવની વચ્ચે રશિયા તેમના માટે વાતચીતની સંભાવના પેદા કરશે. તો કેટલાક એવા પણ છે જે આ અનુભવે છે કે અમેરિકા અને રશિયા બંને જ શિખર બેઠકને લઇને થઈ રહેલી અપેક્ષાઓને ઓછી દર્શાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમનું એ પણ કહેવું છે કે અમેરિકા અને રશિયાની વચ્ચે સંબંધોમાં અનેક મુશ્કેલ મુદ્દાઓ આગળ પણ આવતા રહેશે. તેમણે કહ્યું કે, બાઇડેન પોતાના રાષ્ટ્રપતિ કાર્યકાળના શરૂઆતના દિવસોમાં પુતિનની સાથે બેઠક કરીને બંને દેશોની વચ્ચે તણાવપૂર્ણ સંબંધોને ફરીથી પાટા પર લાવવા ઇચ્છે છે.

બાઇડેન રશિયા સાથે સંબંધ સુધારીને પુતિનથી પણ મોટો ખતરો બની ચુકેલા ચીની ડ્રેગન પર ગાળિયો કસવા ઇચ્છે છે. સાથે જ તેઓ યુરોપને પણ ચીન પર ગાળિયો કસવા માટે પોતાની સાથે લાવવા ઇચ્છે છે. બાઇડેન એ અમેરિકન માનસિકતાને બદલવા ઇચ્છે છે જેમાં કહેવામાં આવે છે કે અમેરિકા રશિયા અને ચીનથી એક સાથે પહોંચી શકે છે. આંતરરાષ્ટ્રીય મામલાઓના નિષ્ણાતોએ કહ્યું કે, પરંપરાગત સમજ એ છે કે મોસ્કો અને બેઇજિંગ હવે પરસ્પર ઘણાં જાેડાયેલા છે અને બાઇડેન વહીવટી તંત્ર જાે બંનેને અલગ કરવા ઇચ્છે છે તો તેના માટે આ ઘણું મુશ્કેલ થશે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution