બિભવ કુમારે જામીન નકારતા ટ્રાયલ કોર્ટના આદેશને હાઈકોર્ટમાં પડકાર્યો

નવીદિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રીના નજીકના સહયોગી બિભવ કુમારે આમ આદમી પાર્ટીના સાંસદ સ્વાતિ માલીવાલ દ્વારા દાખલ કરાયેલા હુમલાના કેસમાં જામીન નકારવાના ટ્રાયલ કોર્ટના આદેશને પડકારતી દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. બિભવે અરજીમાં પોતાની ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે. બિભવે અરજીમાં તેની ગેરકાયદેસર ધરપકડ માટે વળતરની પણ માંગ કરી છે.

બિભવ કુમારે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને દિલ્હી પોલીસની ધરપકડને ગેરકાયદે ગણાવી છે. અરજીમાં આવતીકાલે એટલે કે ગુરુવારે સુનાવણીની માંગ કરવામાં આવી છે. અરજીમાં બિભવે કહ્યું છે કે મારી ધરપકડ ગેરકાયદેસર છે. મને બળજબરીથી પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. બળજબરીથી કસ્ટડી માટે વળતર આપવું જાેઈએ. પોલીસકર્મીઓ સામે ખાતાકીય તપાસ થવી જાેઈએ.

આપ સાંસદ સ્વાતિ માલીવાલ પર હુમલાના કેસમાં ધરપકડ કરાયેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ખાનગી સચિવ બિભવ કુમારને કોર્ટે મંગળવારે ફરી ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધા છે. ચાર દિવસની ન્યાયિક કસ્ટડી પૂરી થયા બાદ બિભવને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગૌરવ ગોયલની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે કોર્ટમાં બિભવની પાંચ દિવસની કસ્ટડી માંગી હતી, પરંતુ મેજિસ્ટ્રેટે ત્રણ દિવસની કસ્ટડી આપી હતી. હવે તેને ૩૧ મેના રોજ રજૂ કરવામાં આવશે.

આ પહેલા સોમવારે તીસ હજારી કોર્ટે બિભવ કુમારની જામીન અરજી ફગાવી દીધી હતી. સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે ૧૮ મેના રોજ બિભવ કુમારની ધરપકડ કરી હતી. સ્વાતિ માલીવાલે વિભવ કુમાર પર ૧૩ મેના રોજ મુખ્યમંત્રી આવાસ પર હુમલો કરવાનો આરોપ લગાવ્યો હતો. જ્યાં એક તરફ સ્વાતિએ બિભવ પર મારપીટનો આરોપ લગાવ્યો છે, તો બીજી તરફ વિભવે પોલીસમાં ફરિયાદ કરી છે કે સ્વાતિ પરવાનગી વિના મુખ્યમંત્રીના નિવાસસ્થાનમાં ઘૂસી ગઈ હતી. બિભવે સ્વાતિને ખોટા કેસમાં ફસાવવાનો આરોપ પણ લગાવ્યો છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution