ભુવન બમઃ એક સામાન્ય યુટ્યુબરથી સ્ટાર બનાવા સુધીની સફર 

ભારતના યૂટ્યુબ સ્ટાર ભુવન બામ, જેમનું નામ હવે દરેક ઘરમાં સુપ્રસિદ્ધ છે, એમણે એક સામાન્ય જીવનમાંથી એક પ્રખ્યાત યૂટ્યુબર અને મલ્ટીટેલેન્ટેડ કલાકાર તરીકે નામાંકીત થવા સુધીની સફર ખેડી છે. પ્રારંભિક દિવસોમાં નાના વિડિયોથી શરૂઆત કરી, આજે તેમનું નામ અને કામ સમગ્ર દુનિયામાં જાણીતું બન્યું છે

ગુજરાતી તરીકે આપણા માટે સૌથી ગર્વ લેવા જેવી બાબત તો એ કે ભુવન બમનો જન્મ ૨૨ જાન્યુઆરી, ૧૯૯૪ના રોજ વડોદરામાં થયો છે. મૂળ મરાઠી પરિવારમાંથી આવતા ભુવન બમમાં પરિવારજનો પેઢીઓથી વડોદરામાં રહેતા હતા, પંરતુ પિતાની નોકરીને કારણે ભુવન બાળપણમાં જ દિલ્હી જઈને સ્થાયી થયેલા. બાળપણથી જ સંગીતમાં રસ ધરાવતા ભુવને પોતાનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીની ગ્રીનફીલ્ડ સ્કૂલમાંથી મેળવ્યું છે. ઉપરાંત તેઓ શહીદ ભગતસિંહ કોલેજમાંથી ઇતિહાસ વિષય સાથે સ્નાતક પણ થયા છે.

ભુવન બમના જીવનમાં સંગીતનું આગવું મહત્વ રહ્યું છે. તેના પ્રારંભિક દિવસોમાં ભુવન રેસ્ટોરન્ટ તેમજ કેફેમાં ગાવાનું કામ કરતો હતો અને સાથે યુટ્યુબ પર વીડિયો પણ બનાવતો હતો. તેના જીવનનો મહત્વપૂર્ણ વણાંક ત્યારે આવ્યો જ્યારે તેમણે કાશ્મીર પૂરમા બાબતે એક પત્રકારના ગેરસંવેદનશીલ પ્રશ્નોનોના રમુજાત્મક જબાબ આપતો વિડિયો બનાવ્યો. આ વિડિયો યુટ્યુબ પર ખૂબ પર ઝડપથી વાયરલ થયો અને લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ રહ્યો. મજેદાર બાબત તો એ કે આ વિડીયોને પસંદ કરનારા મોટાભાગના વ્યૂઅર પાકિસ્તાની હતા. ત્યાર બાદ ભુવને "મ્મ્ કી વાઈન્સ" નામે પોતાની યૂટ્યુબ ચેનલ શરૂ કરી અને અલગ-અલગ પાત્રો દ્વારા હાસ્ય વિડિયો બનાવવાનું શરૂ કર્યું.

પોતે જ વિવિધ પાત્રો ભજવી ભુવને પોતાની આખી જુદી દુનિયા રચી છે. જેમાં તે પોતે ભુવન તરીકે એક યુવાનનું પાત્ર ભજવે છે. સાથે તેનો મિત્ર બંછોડદાસ, બંછોડદાસનો ભાઈ સમીર ફુદ્દી, ભુવનના મામા ટિટ્ટુ, તેના પિતા, તેની માતા, બંછોડદાસના પિતા વગેરે પણ મહત્વના પાત્રો છે. આ તમામ પાત્રની જુદી જુદી વિશેષતાઓ લોકોને હસાવવા ઉપરાંત સર્જાત્મક રીતે જીવનનો બોધપાઠ આપવાનું પણ કામ કરે છે. ભુવન પોતે જ તમામ પાત્રો ભજવે છે, જે એ વાતનો પણ પુરાવો છે કે તે એક પ્રતિભાશાળી કલાકાર પણ છે. ૨૦૧૫માં શરૂ થયેલી આ યાત્રા થકી ભુવન આજે યુટ્યુબનો વિશ્વસ્તરીય સ્ટાર બની ગયો છે.

આજે મ્મ્ કી વાઈન્સના ૨.૬૪ કરોડ સબસ્ક્રાઇબર્સ છે, તેમ છતાં ભુવને સંગીતનો સાથ છોડ્યો નથી. તેણે "સંગ હૂં તેરે", "રહગુઝાર", અને "અજનબી” જેવા મ્યુઝિક વિડિયોઝમાં પણ કામ કર્યું છે. આ વિડિયો દ્વારા એમણે પોતાનું સંગીતક્ષેત્રનું પ્રણય દર્શાવ્યું છે. આ ઉપરાંત ૨૦૧૮માં "પ્લસ માઇનસ" નામની શોર્ટ ફિલ્મમાં એમણે અભિનય પણ કર્યો, જેને શ્રેષ્ઠ શોર્ટ ફિલ્મનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો છે.

૨૦૧૮માં ભુવને પોતાની ચેનલ પર "્‌ૈંે ્‌ટ્ઠઙ્માજ" નામની ડિજિટલ સિરીઝ શરૂ કરી, જેમાં એમના પહેલા મહેમાન તરીકે શાહરુખ ખાને હાજરી આપી હતી. આ સિરીઝ થકી ભુવનની લોકપ્રિયતામા વધારો થયો અને બાદમાં ઘણા મોટા કલાકારો પણ “્‌ૈંે ્‌ટ્ઠઙ્માજ” માં મહેમાન તરીકે આવ્યા છે. તદુપરાંત ૨૦૨૩માં ભુવનને એક સમયના અતિ લોકપ્રિય ગેમ શો ્‌ટ્ઠાીજરૈ'જ ઝ્રટ્ઠજંઙ્મીના ભારતના હોસ્ટ તેમજ વોઈસ ઓવર આર્ટિસ્ટ તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા.

૧૪ ઑક્ટોબર ૨૦૨૧ના રોજ ભુવને પોતાની પ્રથમ ફૂલ સાઈઝ વેબ સિરીઝ “ઢીંઢોરા” યુટ્યુબ પર રજૂ કરી. મ્મ્ કી વાઈન્સના જ પાત્રો સાથેની આ વેબ સિરીઝને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી. જ્યાર બાદ ૫ જાન્યુઆરી ૨૦૨૩ના દિવસે ભુવને “તાઝા ખબર” વેબ સિરીઝ થકી સત્તાવાર ધોરણે બોલિવુડમાં પર્દાપણ કર્યું. તેની આ વેબ સિરીઝને પણ તેના ફેન્સે ધામધૂમપૂર્વક વધાવી લીધી. હવે આ વેબ સિરીઝની સિઝન ૨ પણ આવવાની છે. તમે આ આર્ટિકલ વાંચતા હશો ત્યાં સુધીમાં “તાઝા ખબર”ની સિઝન ૨ ડિઝની પ્લસ હોટસ્ટાર પર લાઈવ થઈ ગઈ હશે.

ભુવન આજે દુનિયાભરમાં સેંકડો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત છે. તેણે બતાવ્યું કે સપનાઓને સાકાર કરવા માટે તમારે માત્ર આત્મવિશ્વાસ, ધાર્મિકતા, અને કઠોર મહેનતની જરૂર છે. એમની આ સફર મજબૂત મનોબળ ધરાવતા વ્યક્તિની અનંત ક્ષમતાને દર્શાવે છે. ભુવન પોતાની વાતોથી લોકોને હસાવે છે, સાથે જ તે જીવનના વાસ્તવિક તત્વો પર વિચાર કરવા મજબુર પણ કરે છે. ભુવન બમનો આ સફર એક સુંદર દૃષ્ટાંત છે કે મહાનતા કોઈ મોટી વસ્તુઓમાંથી નહીં, પણ નાનેથી શરૂઆત અને સતત પ્રયત્નોથી મળે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution