અમદાવાદ-
અચાનક વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દેતા શનિવારે અચાનક ગુજરાતના રાજકારણમાં ભૂંકપ આવ્યો હતો. હવે ગુજરાતની કમાન ફરી એકવાર આંનદિબેન પટેલ પછી પાટીદારાના હાથમાં ગઈ છે. રૂપાણીના રાજીનામા બાદ ઘાટલોડિયાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલને રાજ્યના નવા મુખ્યપ્રાન બનાવવામાં આવ્યા છે જેમની આજે શપથવિધી છે. આ શપથવિધીમાં અમિત શાહ પણ હાજાર રહેવાના છે અને હરીયાણાના મુખ્યપ્રધાન મનોહરલાલ ખટ્ટર પણ આવવાના છે. MPના CM શિવરાજસિંહ ચૌહાણ અને કર્ણાટકના CM બસવરાજ બોમાઈ શપથ સમારોહમાં હાજરી આપશે. ગોવાના CM પ્રમોદ સાવંત અને આસામના CM હિમતા બિશવા શરમા પણ શપથ સમારોહમાં હાજરી આપશે. શપથવિધી આજે (સોમવાર) રાજભવનમાં 2:30 કલાકે યોજાવવાની છે. સવારે ભૂપેન્દ્ર પટેલ પોતાના ઘરેથી નિકળીને સીધા નીતિન પટેલના ઘરે પહોંચ્યા હતા. બંન્ને નેતાઓ ઉષ્માભેર મળ્યા હતા.