ગાંધીનગર-
ગુજરાતના નવા અને 17માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે આજે 2.20 મિનિટે શપથ ગ્રહણ કર્યાં છે. રાજ્યપાલે તેમને શપથ લેવા માટે આમંત્રિત કર્યાં છે.RSS, VHP, ABVP સહિતના અગ્રણીઓ કમલમ ખાતેથી રાજભવન ખાતે પહોંચ્યા હતા..શપથ સમારોહમાં ભાગ લેવા ભૂપેન્દ્ર પટેલના પરિવારના સભ્યો પણ પહોંચ્યા હતા.અનેક નેતાઓ પણ હાજર રહ્યા હતા.
આ કાર્યક્રમમાં અમિત શાહ સાથે ચાર રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિતિ રહ્યા હતા.. શપથ સમારંભમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત કર્ણાટકના મુખ્યમંત્રી બોસમ્માઇ આ ઉપરાંત હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર ઉપસ્થિત રહ્યા હતા.