ભુખી કાંસની સફાઈ થઈ નથી, અનેક સ્થળે જંગલી વનસ્પતિ અને કચરો

વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રિ મોન્સૂનની કામગીરી મોટાભાગે પૂર્ણ થઈ ગઈ હોવાના મોટા દાવા કરવામાં આવે છે. ત્યારે વોર્ડ નંબર એકના કોંગ્રેસના મહિલા કાઉન્સિલરના કહેવા મુજબ હજુ તો માત્ર ૨૦ ટકા કામગીરી થઈ છે અને ૮૦ ટકા બાકી છે. ભૂખી કાંસની સફાઈ જ થઈ નથી,છાણી એકતા નગર પાછળથી શરૂ થતો આ વરસાદી કાંસ સંપૂર્ણ સાફ કરેલો હોય તો જ છાણી, નવા યાર્ડ, સમા, નિઝામપુરા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો અને પૂરની સ્થિતિ ટાળી શકાય. છાણીથી શરૂ કરીને સ્ટેશન પાછળ સુધી આ વરસાદી કાંસ આવેલો છે, તે સાફ કરવો જરૂરી છે. સોમવારે મળેલી વડોદરા કોર્પોરેશનની સભામાં તેમણે ભૂખી કાંસની સફાઈ નહીં થઈ હોવાની તસ્વીર પણ રજૂ કરી હતી, તેમણે કહ્યુ હતુ ેક, કાંસમાં હાલ જંગલી વનસ્પતિ ઉગેલી છે, લીલ તેમજ કચરો પણ જામેલો છે. છાણી અને ઉપરવાસથી વરસાદી પાણી ભૂખી કાંસ દ્વારા વિશ્વામિત્રી તરફ વહે છે, પરંતુ દર વખતે કાંસની સફાઈ બરાબર ન હોવાના કારણે પાણીનો નિકાલ થતો નથી અને પાણી ભરાય છે. તેમણે એમપણ કહ્યુ હતુ કે, આરાધના સોસાયટી તથા આજુબાજુના વિસ્તારમાં કાંસ પર સ્લેબ બાંધી દેવામાં આવ્યો છે. નિઝામપુરા ટ્રાન્સપોર્ટ હબ બનાવ્યું તેમાં કોર્પોરેશનને માત્ર ટ્રાન્સપોર્ટેશનની લોક સુવિધા માટે જગ્યા આપી હતી પરંતુ ટ્રાન્સપોર્ટેશનની બહાર ભૂખિ કાસનો સ્લેબ પૂરી દેવાની મંજૂરી કોણે આપી? ઉપરાંત આ કાસમાંથી ઘણી પીવાના પાણીની લાઈન જાય છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution