ભુજ: પોલીસે કેબલ ચોરીના ગુનામાં સંડોવાયેલા ત્રણ શખ્સોને ઝડપ્યા

ભુજ-

તાલુકાના ગઢશીશા પંથકમાં કેબલ વાયરની ચોરી કરનાર ત્રણ રીઢા તસ્કરોને ગઢશીશા પોલીસે ઝડપી પાડ્યા હતા. આરોપીઓના કબજામાંથી ૭,૩૬૦ના કેબલ તેમજ પ૦,૦૦૦નો છકડારીક્ષા કબજે કરાયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ગઢશીશા પોલીસની ટીમ મિલકત્ત સંબંધિ ગુનાઓ શોધવા માટે પીઆઈ આર.ડી.ગોંજીયાની સૂચનાને પગલે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે ગઢશીશા-દેવપર રોડ પરથી છકડો રીક્ષામાં કેબલ વાયર સાથે બે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેમાં જુના જામથડાના અને હાલ ભુજમાં રહેતા ઈસ્માઈલ મીઠુ નુરમામદ સોઢા, માધાપર હાઈવે પર રહેતા મહેશગર ઉર્ફે કાળો પ્રેમગર ગોસ્વામી તેમજ દેવપર ગઢમાં રહેતા સલીમ ભચુ સાટીને ઝડપી પાડવામાં આવ્યા હતા. આરોપીઓના કબજામાંથી છકડો તેમજ કેબલ કબજે કરી કેબલ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો. આરોપી પૈકી ઈસ્માઈલ મીઠુ નુરમામદ સોઢા ગુનાહીત ઈતિહાસ ધરાવે છે અને તેની સામે ત્રણ ગુના નોંધાયેલા છે. આરોપીઓ વાડી વિસ્તાર કે પાણીના બોરના કેબલ કૂહાડી વડે કાપી ચોરી કરતા હતા. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution