ભોપાલ: દારૂ પીને મહિલાએ ઝૂંપડપટ્ટીમાં લગાવી આગ, લાખો રુપિયાનો સામાન ખાખ

ભોપાલ-

રાજધાની ભોપાલના છોલા પોલીસ સ્ટેશન સ્થિત ચાંદી બાડી ઝૂંપડપટ્ટીમાં એક કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ દારૂ પીને પાસમાં રહેતી બે ઝૂંપડપટ્ટીઓમાં આગ ચાંપી હતી. જેમાં રાખેલી 2 ગાડી સહિત લાખોનો સામાન બળીને ખાખ થયો હતો. મહિલા જેણે દારૂ પીને હંગામો કર્યો અને આગ લગાવીને તેણી બંને મજૂર ભાઇઓને મારવા ઇચ્છતી હતી, કારણ કે, રોજ રોજ તેમનો ઝઘડો થતો હતો. મહિલા તેનો બદલો લેવા ઇચ્છતી હતી અને તેને સળગાવીને મારવા ઇચ્છતી હતી. જે બાદ જ્યારે મહિલાએ ઝૂંપડપટ્ટીમાં આગ લગાવી ત્યારે બાળકોએ જોયું અને બધા લોકોને ઘરેથી બહાર ભાગવા જણાવ્યું હતું. દારૂ પીને આગ લગાવનારી મહિલાની રહેવાસીઓએ નાસી છૂટતા ઝડપી પાડી હતી. જે બાદ મહિલાની સ્થાનિક લોકોએ મારામારી કરી હતી અને મહિલાને પોલીસ સ્ટેશનમાં લઇ જઇ પોલીસને સોંપી હતી. આગ બુઝાવવા માટે 5 ફાયર બ્રિગેડની મદદથી આગ પર કાબુ મેળવાયો હતો. એક ફાયર બ્રિગેડ છોલા સ્ટેશનથી, બે ફતેહગઢથી, તો ભંગારના ગોડાઉન અને બૈરાગઢથી પણ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution