ભરૂચ-
ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રમાં વિશ્વભરમાં નામના ધરાવતો હોવા છતાં સ્થાનિકોને રોજગારી મળતી ન હોવાના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવાએ સરકારમાં પત્ર લખ્યો છે. સાંસદ મનસુખ વસાવાએ મંત્રી જીતેન્દ્રસિંહને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં ઓએનજીસી, ગેલ તથા ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના ઉપક્રમે ઓએનજીસી પેટ્રો એડીશનની સ્થાપના કરવામાં આવી છે.