ભરૂચ-
ભરૂચ જિલ્લાના હાંસોટ પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ દીપિકા પરમારે પોતાના રૂમમાં દુપટ્ટા વડે પંખા સાથે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો છે. જેને પગલે ભરૂચ જિલ્લાના પોલીસ બેડામાં ચકચાર મચી ગઇ છે.
મળતી માહિતી મુજબ હાંસોટ પોલીસ સ્ટેશનમાં છેલ્લા 4 વર્ષથી ફરજ બજાવતી 25 વર્ષીય દીપિકા ભરતભાઇ પરમાર મૂળ વતન ભાવનગરના ઘોઘા સર્કલ પાસે આવેલી નાગર સોસાયટીની રહેવાસી હતી. અને હાલ હાંસોટ પોલીસ લાઇનના બી બ્લોકમાં રૂમ નં-6માં રહેતી હતી. દીપિકાએ પોતાના રૂમના પંખામાં દુપટ્ટો બાંધી કોઇ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો. હાંસોટ પોલીસે મૃતક મહિલા પોલીસ કોન્ટસ્ટેબલના પરિવારજનોને જાણ કરતા તેઓ આવી પહોંચ્યા હતા અને તેમની હાજરીમાં જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું.
મૃતક દીપિકાના આત્માને શાંતિ મળે તે માટે હાંસોટ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલી આપી હતી અને પરીવારને મૃતદેહ સોપ્યો હતો. ત્યારબાદ પરિવાર મૃતદેહને લઇને ભાવનગર જવા રવાના થયા હતા. જોકે આપઘાતનું કારણ હજી પણ અકબંધ છ.