ભરૂચ-
ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાને મનાવી લેવામાં આવ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળ્યા બાદ મનસુખ વસાવાએ રાજીનામું પાછું લેવાનો નિર્ણય લીધો છે. બંને નેતાઓની વચ્ચે બેઠક યોજાઈ હતી. અંતે બેઠક બાદ ત્યારબાદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાનો નિર્ણય પાછો લીધો છે.
મનસુખ વસાવાએ આ નિર્ણય એવા સમયે લીધો જ્યારે છેલ્લા એક મહિનાથી તે ઇકો સેન્સિટિવ ઝોન અને આદિવાસી યુવતીઓના ખરીદ અને વેચાણ અંગે પત્ર લખ્યો હતો. બીજી બાજુ, એવું પણ માનવામાં આવે છે કે મનસુખ વસાવાએ આઈએએસ અધિકારીઓ વિરુદ્વ ગુસ્સાને કારણે રાજીનામું આપવાનું નક્કી કર્યું હતું. મનસુખ વસાવા ગુજરાત ભાજપના વરિષ્ઠ નેતા છે. તેઓ 6 વખતથી સાંસદ છે. 63 વર્ષીય મનસુખ વસાવાની રાજકીય કારકિર્દી લાંબી છે. 1994 માં વસાવા પ્રથમ વખત ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જીતીને ધારાસભ્ય બન્યા હતા. તેમને ગુજરાત સરકારમાં મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા.
રાજીનામું આપ્યા બાદ મનસુખ વસાવાએ કહ્યું કે તેમની પાર્ટી અને સરકારમાં કોઈ ફરિયાદ નથી. મારા નજીકના મિત્રો પણ જાણે છે કે હું લાંબા સમયથી બીમાર હતો. આ બાબતે મેં પક્ષને પહેલેથી જ જાણ કરી દીધી હતી. જો કે, આ વિવાદની ક્ષણે સમાધાન થઈ ગયું છે. રાજ્યમાં જાન્યુઆરીમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી છે, આવી સ્થિતિમાં સીએમ વિજય રૂપાણીએ ડેમેજ કન્ટ્રોલને અને પરિસ્થિને સંભાળીને ચોક્કસપણે નુકસાનને નિયંત્રણમાં લાવવાનું કામ કર્યું છે.