આણંદ-
12 જુલાઈ એ કોંગ્રેસના દિગજ્જનેતા ભરતસિંહ સોલંકીએ તેમના પત્ની રેશમાબહેનને સમાચાર પત્ર દ્વારા જાહેર નોટિસ આપ્યા બાદ રાજકીય ચર્ચાઓ તેજ બની ગઈ હતી. જે બાદ આજે 14 જુલાઇના રોજ ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્માબેન પટેલે વકીલ મરફતે ખુલાસો કર્યો છે. રેશમા પટેલેના કોંગી નેતા અને તેમના પતિ ભરતસિંહ સોલંકી દ્વારા પાઠવવામા આવેલી નોટીસનો ખુલાસો કર્યો છે. આ ખુલાસો તેમણે વકિલ નિખલ જોષી મારફતે કર્યો છે. ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા પટેલે વકીલ નિખિલ જોશીના મારફતે જાહેર ખુલાસો કરતા જણાવ્યું હતું કે ભરતસિંહ સોલંકી જ્યારે કોરાનાથી ગંભીર બિમાર હતા ત્યારે સેવા ચાકરી કરી તેમને પુનઃજીવન આપ્યું હતું. કોરોનાથી સ્વસ્થ થયા બાદ ભરતસિંહ સોલંકીનું વર્તન બદલાયું છે. ભરતસિંહ સોલંકી પત્ની રેશ્મા પટેલ સાથે ગાળાગાળી કરતા હતા.અને ભરતસિંહ સોલંકીએ પત્ની રેશ્માને પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મુકી હતી. રાજકારણના હોદ્દાનો દુરુપયોગ કરી છુટાછેડા માટે ભરતસિંહ સોલંકી ખૂબ દબાણ કરી રહ્યા હોવાનો પણ ખુલાસો કર્યો હતો.
12 જુલાઈના રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પત્ની રેશ્મા પટેલ સામે અખબારમાં નોટિસ આપી હતી. તેમણે વકીલ કે.પી. તપોધન મારફતે તેમનાં પત્ની રેશ્મા પટેલને સમાચાર પત્રકમાં જાહેર નોટિસ પાઠવી હતી, જે નોટિસમાં ઉલ્લેખ કર્યો હતો કે, રેશ્મા પટેલ તેમના પત્ની છેલ્લાં ચાર વર્ષથી તેમના પતિ ભરતસિંહ સાથે રહેતાં નથી અને તેમના કહ્યામાં નથી. એ સિવાય આ નોટિસમાં જણાવાયું હતું કે, ભરતસિંહ સોલંકી રાજકીય તેમજ સામાજિક પ્રતિષ્ઠા ધરાવે છે અને તેમના નામ તથા ઓળખનો દુરુપયોગ કરી કોઈપણ પ્રકારની નાણાકીય લેવડદેવડ કે અન્ય સંબંધો રાખવા નહીં. જો આમ થશે તો ભરતસિંહ સોલંકી એ માટે જવાબદાર રહેશે નહીં. રાજ્યમાં 2021માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને રાજ્યમાં રાજકિય હલચલ થઈ રહી છે. આ વચ્ચે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકિના ઘરનો પારિવારિક મામલો બહાર આવ્યો છે જેને લઈને સમગ્ર રાજ્યમાં હલચલ થઈ રહી છે. 12 જૂલાઈએ ભરત સિંહ સોલંકિએ તેમની પત્નિ વિરૂદ્ધ એક નોટીસ જારી કરી હતી જે નોટીસનો તેમની પત્ની દ્વારા આજે જવાબ આપવામાં આવ્યો હતો.