ભાજ૫ના ઉમેદવાર ડૉક્ટર છે જ નહીં! પ્રચાર દ્વારા ગેરમાર્ગે દોરી રહ્યાના આક્ષેપ

વડોદરા, તા.૩

વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર હેમાંગ જાેશી ચૂંટણી પ્રચાર-પ્રસાર દરમિયાન મતદારોને પોતે ડોક્ટર છે એવી જાહેરાત કરી ગેરમાર્ગે દોરી મતદારોની સહાનુભૂતિ ઊભી કરતાં હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસ પ્રમુખે જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત ફરિયાદ કરી આચારસંહિતા ભંગ બદલ કાયદાકીય કાર્યવાહી કરવા માગ કરી છે.

આ લેખિત રજૂઆતમાં કહ્યું છે કે, લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. ગુજરાતમાં ૭ મેના રોજ વડોદરા લોકસભાનું મતદાન યોજાનાર છે. ચૂંટણી જાહેર થતાં જ આચારસંહિતાનો અમલ કરવો એ બધા જ રાજકીય પક્ષો અને અન્ય અપક્ષ ઉમેદવારો માટે ફરજિયાત છે જે ભારત સરકારના સંવિધાન પ્રમાણે છે.

આદર્શ આચારસંહિતાને ધ્યાનમાં ના રાખતાં ભાજપના ઉમેદવાર હેમાંગ જાેશી ચૂંટણી પ્રચાર-પ્રસાર દરમિયાન જાહેરમાં અને જનતામાં મતદારોને પોતે ડોકટર છે એવી જાહેરાત કરી વડોદરાના મતદારોને ડોકટર હોવાનું ગેરમાર્ગે દોરી મતદારોની સહાનુભૂતિ ઊભી કરે છે જેનાથી મતદારો પોતાનો મત આપવા પ્રેરિત થાય છે. ડોકટર શબ્દ રાખતાં મતદારો માટે પોતાના મત આપવાનો વિચાર કામગીરી તેમજ ઉમેદવારની છબી ન જાેતાં ડોકટર શબ્દ વારંવાર સાંભળવાથી મતદારો નિષ્પક્ષપણે મતદાન કરી શકે નહીં જે અહીંયાં આદર્શ આચારસંહિતાનો ખૂલ્લેઆમ ભંગ થયેલ છે.

આ ઉપરાંત ઈવીએમ-બીયુ બેલેટ પેપરમાં પણ ડોકટર શબ્દનો ઉપયોગ ઉમેદવારના નામની આગળ કરેલ છે જે કાયદાકીય અને કાનૂની રાહે ગુનો બને છે. ભાજપના ઉમેદવાર હેમાંગ જાેશીએ પોતાના સોગંદનામામાં ડોકટર શબ્દનો ઉપયોગ કરેલ નથી અને પોતાની શૈક્ષણિક લાયકાતમાં બેચરલ ઓફ ફિઝિયોથેરાપી જાહેર કરેલ છે પરંતુ પોતાના ચૂંટણી પ્રચાર-પ્રસારમાં તથા ઈવીએમ બીયુ બેલેટ પેપરમાં પણ ડોકટર શબ્દનો ઉપયોગ કરી દેશની વડી અદાલતના ચુકાદા વિરુદ્ધનું કૃત્ય કરેલ છે જેમાં ભારતીય પિનલ કોડની અલગ અલગ ધારાઓ હેઠળ કાનૂની દંડની જાેગવાઈઓનો ચુકાદો આવેલ છે અને ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનને પણ નામદાર વડી અદાલતના ચુકાદા મુજબ જાહેર કરેલ છે.

જેથી ભાજપના ઉમેદવાર હેમાંગ જાેશીના ઈવીએમ-બીયુ બેલેટ પેપરમાંથી ડોકટર શબ્દ દૂર કરવામાં આવે અને મતદારોને ગેરમાર્ગ દોરવવા બદલ તેમની ઉપર દેશની વડી અદાલતના ચુકાદા મુજબ કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેવી માગ કરી છે.

સ્ક્રૂટિની વખતે આવો મુદ્‌ો ઉઠાવ્યો નહોતો

આ અંગે ભાજપના ઉમેદવાર હેમાંગ જાેશીના મુખ્ય ચૂંટણી એજન્ડ મેહુલ લાખાણીએ કહ્યું હતું કે, ભૂંડી હાર ભાળી ગયેલી કોંગ્રેસે પોતે જે વખતે સ્ક્રૂટિનીમાં હતા તે વખતે આવો કોઈ મુદ્‌ો ઉઠાવ્યો નહોતો. નવાઈની વાત એ છે કે ડોકટર લખીને ગેરમાર્ગે દોરી રહ્યાનું તેમનું કહેવું છે. તો એમને વડોદરાના જ નહીં પરંતુ આખા દેશના ફિઝિયોથેરાપિસ્ટ, બીએચએમએસ અને તમામ હોમિયોપેથિક તબીબો માટે આ પ્રયોજન કર્યું કહેવાય કે તેઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે. તેમના કાર્યાલયથી નીકળે અને જ્યાં ફિઝિયોથેરાપિસ્ટિ, હોમિયોપેથિક સહિત જઈને કહે કે તમે ગેરમાર્ગે દોરો છો પછી અમારી પાસે આવે, ફિઝિયોથેરાપી કાઉન્સિલરે કીધું છે કે ડોકટર લખી શકાય, કાર્ડ આપ્યું છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution