ભગવંત માન સરકારે પંજાબમાં વીજળી સબસિડી હટાવી દીધી


ચંદીગઢ:પંજાબમાં આમ આદમી પાર્ટીને મોટો આંચકો લાગ્યો છે. ભગવંત માન સરકારે વીજળી પરની સબસિડી હટાવી દીધી છે. ગુરુવારે પંજાબ કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે ૬૧ પૈસા અને ૯૨ પૈસા પ્રતિ લીટરનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે ૭ કિલોવોટ સુધીના ઘરેલું વીજ ગ્રાહકો માટે ઉપલબ્ધ સબસિડીવાળી વીજળી યોજના પણ પાછી ખેંચી લેવામાં આવી છે.

મુખ્યમંત્રી ભગવંત માનની અધ્યક્ષતામાં મળેલી મંત્રી પરિષદની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પેટ્રોલ પર ૬૧ પૈસા અને ડીઝલ પર ૯૨ પૈસા પ્રતિ લીટર વેટ વધારવામાં આવશે. ચીમાએ કહ્યું કે ઈંધણ પરના વેટમાં વધારાથી ડીઝલમાંથી રૂ. ૩૯૫ કરોડ અને પેટ્રોલમાંથી રૂ. ૧૫૦ કરોડની આવક વધવાની ધારણા છે.જણાવવામાં આવી રહ્યું છે કે પંજાબ સરકારે આર્થિક સ્થિતિ સુધારવા માટે આ ર્નિણય લીધો છે. આ રાજ્યની તિજાેરી પર દબાણ ઘટાડવા સરકારની મોટી વ્યૂહરચનાનો એક ભાગ છે. ઓગસ્ટ મહિનામાં રાજ્ય સરકારના કર્મચારીઓને ચાર દિવસના વિલંબ સાથે પગાર અને પેન્શન મળ્યું હતું. આ વર્ષે માર્ચમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં નાણાપ્રધાન હરપાલ ચીમાએ અનુમાન લગાવ્યું હતું કે ૨૦૨૪-૨૫ સુધીમાં રાજ્યનું દેવું ૩.૭૪ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. આ રાજ્યના કુલ જીડીપીના ૪૬ ટકા (૮ લાખ કરોડથી વધુ) છે.પંજાબની નબળી આર્થિક સ્થિતિને કારણે રાજ્ય સરકારે જુલાઈમાં ૧૬મા નાણાં પંચ પાસેથી રાહત પેકેજની માંગણી કરવી પડી હતી. ભગવંત માને રાજ્યના વિકાસને ઝડપી બનાવવા માટે ૧.૩૨ લાખ કરોડ રૂપિયાની માંગણી કરી હતી. મફત આપીને સરકારી તિજાેરી ખાલી કરવા બદલ આમ આદમી પાર્ટીની સરકારની ટીકા થઈ રહી છે.

પંજાબ સરકારે આર્થિક સ્થિતિ સુધારવા માટે આ ર્નિણય લીધો છે. આ રાજ્યની તિજાેરી પર દબાણ ઘટાડવા સરકારની મોટી વ્યૂહરચનાનો એક ભાગ છે. ઓગસ્ટ મહિનામાં રાજ્ય સરકારના કર્મચારીઓને ચાર દિવસના વિલંબ સાથે પગાર અને પેન્શન મળ્યું હતું. આ વર્ષે માર્ચમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં નાણાપ્રધાન હરપાલ ચીમાએ અનુમાન લગાવ્યું હતું કે ૨૦૨૪-૨૫ સુધીમાં રાજ્યનું દેવું ૩.૭૪ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. આ રાજ્યના કુલ જીડીપીના ૪૬ ટકા (૮ લાખ કરોડથી વધુ) છે.મુખ્યમંત્રી ભગવંત માનની અધ્યક્ષતામાં મળેલી મંત્રી પરિષદની બેઠકમાં આ ર્નિણય લેવામાં આવ્યો હતો. કેબિનેટની બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા નાણામંત્રી હરપાલ સિંહ ચીમાએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર વેટ વધારવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે પેટ્રોલ પર ૬૧ પૈસા અને ડીઝલ પર ૯૨ પૈસા પ્રતિ લીટર વેટ વધારવામાં આવશે. ચીમાએ કહ્યું કે ઈંધણ પરના વેટમાં વધારાથી ડીઝલમાંથી રૂ. ૩૯૫ કરોડ અને પેટ્રોલમાંથી રૂ. ૧૫૦ કરોડની આવક વધવાની ધારણા છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution