અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો નજીક છતાં શહેરમાં ખાડાનું સામ્રાજ્ય યથાવત

અંબાજી, અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખો શ્રદ્ધાળુ મેળામાં ઉમટી પડતા હોય છે તેવામાં અંબાજી મંદિરને સાંકળતા તમામ માર્ગો શુવ્યવસ્થિત અને કી ગંદગી રહીત સ્વચ્છ મળે તે માટે વહીવટી તંત્ર સજય બનતું હોય છે પણ અંબાજીમાં મોટાભાગના વિસ્તારોમાં હજી ખાડાઓ યથાવત જાેવા મળી રહ્યા છે, અંબાજીમાં માન સરોવર પાસે માં અંબે ના મોટા બેન અજત માતાના મંદિરે જવાના માર્ગ ઉપર એક નહીં પણ અનેક ખાડાઓ અહીંયા પોતાનો વહીવટ કરી રહ્યા છે અગાઉ આ ખાડા બાબતે રજૂઆત કરવામાં આવી આવી હતી ત્યારે માટી હટાવી ,ફરી ખડા માત્ર માટી થી જ ઢાંકી દેવાયા હતા ને ફરી વરસાદમાં ખાડાઓએ ફરી પોતાનું રાજ જમાઈ લીધું છે જ્યાં બીજી તરફ તિરૂપતિ સોસાયટી પાસેના માર્ગ પર મોટાભાગના ખાડાઓ લોકોની કમર તોડી રહ્યા છે ઇન્દિરા કોલોનીમાં પણ લાંબા સમયથી પડેલો ખાડો હજી પુરવામાં આવતો નથી શું અંબાજીમાં પૂનમ પછી પણ ખાડાઓનું રાજ યથાવત રહેશે. આ એક પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે અનેકવાર લોકોએ રજૂઆત કરવા છતાં આ માર્ગ પરના ખાડાઓ ભરવામાં આવતા નથી પરિણામે રાહદારીઓની સાથે વાહન ચાલકો પણ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે વરસાદ દરમિયાન આ ખાડાઓમાં ભરાતા પાણીના કારણે વાહનો પસાર થતી વખતે રાહદારીઓ ઉપર પાણીના છાંટા ઉડે તો પણ કકળાટ નું ઘર થતું હોય છે તેથી જ્યારે મેળાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તાકી દે જિલ્લા પંચાયત ,ગ્રામ પંચાયત ,કે આર એન્ડ બી વિભાગ દ્વારા આ ખાડા પુરી રસ્તાઓને શું વ્યવસ્થિત કરવાની કામગીરી હાથ ધરે તેવી લોકોની માંગ કરાઈ રહી છે.

અંબાજીમાં ગબ્બર તરફ માર્ગનો કેટલોક ભાગ બેસી જતા અકસ્માતનો ખતરો

અંબાજી, યાત્રાધામ અંબાજી માં ભાદરવી પૂનમ ના મેળા ને ગણતરી ના દિવસો બાકી રહ્યા છે ત્યારે એક તરફ વરસાદી માહોલ ને લઇ વેપારીઓ મુંજવણ અનુભવી રહ્યા છે ત્યારે મોટા શહેરો માં જેમ ભુવા પાડવાની ઘટના બનતી હોય છે તેમ યાત્રાધામ અંબાજી માં પણ ભુવો નહિ પણ ૫૦ ફૂટ લાંબી તિરાડ પડતા એક તરફ નો માર્ગ બેસી જવાની ઘટના સામે આવી છે. અંબાજી થી ગબ્બર જવાના માર્ગ પર ગાયત્રી શક્તિપીઠ ના રસ્તા ની સામે ગબ્બર જતા રોડ ની જમણી બાજુ એ મુખ્ય હાઇવે માર્ગ પર ૫૦ ફૂટ લાંબી તિરાડ પડતા રસ્તા ના બે ભાગ થઇ ગયા હોવાનું જાેવા મળી રહ્યું છે ત્યારે રોડ ની બાજુ બે થી ત્રણ ફૂટ નો ૫૦ ફૂટ લાંબો રસ્તો બેસી જવાની ઘટના સામે આવી છે જ્યાં એક ફૂટ કરતા વધુ ઊંડી તિરાડો જાેવા મળી રહી છે ને રસ્તા ઉપર ઉભેલો વીજપોલ પણ એક તરફે નમીગયો છે ને રસ્તા ની બાજુએ પ્રોટેક્શન વોલ પણ એક સાઇડે નમી જતા ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી પરિસ્થતિ જાેવા મળી રહી છે ભાદરવી પૂનમ ના મેળા દરમિયાન આ ગબ્બર તરફ નો રોડ માત્ર પદયાત્રીઓ જ નહિ પણ વાહનો થી પણ ધમધતો રહેતો હોય છે તેવામાં જાે એસટી બસ ના એક તરફ ના પૈડાં આ દબાણ વાળી જગ્યા ઉપર પડે તો મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતા નકારી શકાતી નથી અને જાે પ્રોટેક્શન વોલ ને ઓટલો સમજી યાત્રિકો બેસે તો પણ પાછળ ની સાઇડે દીવાલ ધસી પડે તેવી પરિસ્થિતિ જાેવા મળી રહી છે કોઈ પણ વાહન અંબાજી તરફ આવતા તેના પૈડાં આ દબાણવાળી જગ્યા એ પડે તો વાહન ના વજન ના કારણે તિરાડ પડેલો ભાગ મુખ્ય માર્ગ થી છૂટો પડી શકે છે જાે તેવામાં કોઈ મોટી દૂરઘટના સર્જાય તો જાનહાની થવાની સંભાવનાઓ રહેલી છે જેથી કરી જિલ્લા વહીવટી તંત્ર તેમજ સ્થાનિક મેળા લાઇઝનીંગ અધિકારીઓ તથા આર એન્ડ બી મેળા પૂર્વે ઘટતા પગલાં લે તે જરૂરી બન્યું છે અથવા જિલ્લા વહીવટી વિભાગે આ તિરાડ વાળી જગ્યાને કોર્ડન કરી કોઈ યાંત્રિકો કે કોઈ વાહન આ તરફ ન જાય તેની તકેદારી રાખવી પડશે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution