ઘુવડને મા લક્ષ્મીનું વાહક માનવામાં આવે છે, પરંતુ તેમ છતાં તેને ક્યાંક શુભ અને અશુભ માનવામાં આવે છે. ઘુવડ વિશે ઘણી પ્રકારની માન્યતા આપણા સમાજ અને ધર્મમાં પ્રચલિત છે. ઘણા લોકો ઘુવડ જોઈને ડરી જાય છે, જ્યારે ઘણા લોકો તેને જોઈને ખુશ થાય છે. ઘુવડ જોતાં જ લોકોનાં મનમાં અનેક પ્રકારની વાતો ચાલતી રહે છે. ચાલો અમે તમને એવી કેટલીક માન્યતાઓ વિશે જણાવીએ જે આજે પણ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિને ઘુવડ સાથે તેની આંખ મેળવે, તો અઢળક પૈસા મળે તેવી સંભાવના છે.
- એક એવી માન્ય છે કે જો ઘુવડ દર્દીને સ્પર્શ કરી નીકળી જાય અથવા તેની ઉપરથી ઉડે તો, ગંભીર રોગ પણ મટી જાય છે.
- એવું પણ કહેવામાં આવે છે કે, ઘુવડની જમણી બાજુએ જોવું અથવા બોલવું હંમેશાં અશુભ હોય છે. તેથી, જ્યારે પણ ઘુવડનો અવાજ સંભળાય છે, ત્યારે તે ખરાબ શુકન માનવામાં આવે છે. પરંતુ ઘુવડની ડાબી બાજુ જોવું શુભ માનવામાં આવે છે.
- એક એવી માન્યતા છે કે, જો ઘુવડ ઘરની છત પર બેસે છે અથવા છત પર બેસતી વખતે અવાજ કરે છે, તો તે ઘરના સભ્યનું મૃત્યુ સૂચવે છે.
-જો સવારે ઘુવડ પૂર્વ દિશા તરફ દેખાય છે અથવા તેનો અવાજ સંભળાય છે, તો માનવામાં આવે છે કે અચાનક સંપત્તિ આવશે.
-જો તમને હંમેશાં તમારી આજુબાજુ કોઈ ઘુવડ જોવા મળે છે તો, તમારે સમજી લેવું જોઈએ કે મા લક્ષ્મી તમારાથી પ્રભાવિત છે અને જલ્દીથી તમારી પર કૃપા કરશે.