નવીદિલ્હી,તા.૨૨
ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ શરૂ થઈ ચૂક્યા છે. ૩૧ જુલાઈ સુધી આઈટીઆર ફાઈલ કરી શકાશે. જાે તમે ટેક્સની જવાબદારીઓ ઘટાડવા માગતા હોવ તો તમે આ રસ્તો અપનાવી શકો છો. જેના બે લાભ છે, એક તો તમારી ટેક્સની જવાબદારી ઘટશે અને બીજુ પોતાના ઘરની માલિકી મળશે. હોમ લોન પર ઈનકમ ટેક્સ એક્ટની વિવિધ કલમો હેઠળ લાભો મળે છે.
ઈનકમ ટેક્સ એક્ટ, ૧૯૬૧ની કલમ ૨૪ (બી) અંતર્ગત હોમ લોન પર ચૂકવવામાં આવતા વ્યાજ કપાત મળે છે. જેમાં હોમ લોન પેમેન્ટ પર મહત્તમ રૂ. ૨ લાખ સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકો છો. અમુક શરતોને આધિન તમે ઈએમઆઈ પર ક્લેમ કરી શકો છો. જાે કે, ડિડક્શનનો લાભ તમને ઘરનું પઝેશન મળવા પર જ મળે છે.
કલમ ૨૪ (બી) હેઠળ ઉપલબ્ધ ડિડક્શનનો લાભ લેવા માટે તમે ખરીદેલા ઘરનો ઉપયોગ તમે જ કરતાં હોવ અથવા તો તેને ભાડે આપ્યું હોય. જાે પતિ-પત્નિએ જાેઈન્ટ હોમ લોન લીધી હોય તો તેને નાણાકીય વર્ષ માટે રૂ. ૨ લાખ સુધીનું ડિડક્શન ક્લેમ કરી શકો છો. જેમાં એમ્પ્લોયર તથા ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સમક્ષ જરૂરી દસ્તાવેજાે રજૂ કરવા પડશે.
ઈનકમ ટેક્સ એક્ટ હેઠળ હોમ લોનના પ્રિન્સિપલ માઉન્ટ પર પણ ડિડક્શનની જાેગવાઈ છે. પરંતુ આ ડિડક્શન કલમ ૮૦ (સી) હેઠળ મળે છે. જેમાં ડઝનેક ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટ સમાવિષ્ટ છે. આથી જે કરદાતા લાઈફ ઈન્સ્યોરન્સ, પીપીએફ, મ્યુચ્યુઅલ ફંડની ઈક્વિટી સ્કીમ તથા બે બાળકોના ટ્યુશન ફી પર ડિડક્શન ક્લેમ કરતો હોય તેને હોમ લોનની પ્રિન્સિપલ અમાઉન્ટ પર ડિડક્શન મળતુ નથી. પરંતુ જાે આ ઈન્વેસ્ટમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટ પર ડિડક્શન ક્લેમ ન કરતાં હોવ તો તમને વાર્ષિક રૂ. ૧.૫ લાખ સુધીનું ડિડક્શન હોમ લોનની પ્રિન્સિપલ અમાઉન્ટ પર મળવાપાત્ર છે.