ગાંધીનગર-
લાભ પાચમના શુભ મુહૂર્ત અને વિજય મુહૂર્તમાં ભાજપના ચૂંટાયેલા આઠ ધારાસભ્યોએ ધારાસભ્યપદના શપથ ગ્રહણ કર્યા છે. વિધાનસભા અધ્યક્ષ સમક્ષ શપથ ગ્રહણ સમારોહ યોજાવવામાં આવ્યો હતો. આજના શપથ વિધિ સમારોહ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત મંત્રીમંડળના સિનિયર સભ્યોએ હાજરી આપી હતી. નવા ચૂંટાયેલા આઠ ધારાસભ્યો જેમાં જે.વી. કાકડિયા, વિજય પટેલ, જીતુ ચૌધરી, કિરીટસિંહ રાણા, બ્રિજેશ મેરજા, આત્મારામ પરમાર, અક્ષય પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજાનો વિજય થયો હતો. જેમને આજે શપથ ગ્રહણ કરીને પોતાનુ પદ સંભાળ્યું છે.
ગુજરાત રાજ્યમાં યોજાયેલી આઠ બેઠકોની પેટાચૂંટણીમાં તમામ બેઠકો ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો હતો. કોરોનાના સમયગાળા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સ સાથે સમારંભ યોજી શકાય એટલા માટે શપથ ગ્રહણ કરનાર દરેક ધારાસભ્યને 15 ટેકેદારોની મર્યાદામાં લાવવાની છૂટ આપવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સને કારણે પ્રથમવાર વિધાનસભાના ચોથા માળે શપથવિધિ સમારંભ યોજાયો હતો.