ટી-20 વર્લ્ડકપ પહેલા વેસ્ટ ઈન્ડિઝ દક્ષિણ આફ્રિકા સાથે ટી-૨૦ શ્રેણી રમશે

નવી દિલ્હી: ટી-20 વર્લ્ડકપ પહેલા વેસ્ટ ઈન્ડિઝે દક્ષિણ આફ્રિકા સાથે શ્રેણી રમવાની છે. જેના માટે ટીમની પણ જાહેરાત કરવામાં આવી છે. આ શ્રેણીમાંથી ઘણા મોટા ખેલાડીઓના નામ ગાયબ છે, જેમાં શાઈ હોપ, નિકોલસ પૂરનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિરીઝ માટે વેસ્ટ ઈન્ડિઝના નવા કેપ્ટનની પણ જાહેરાત કરવામાં આવી છે. શ્રેણીની પ્રથમ મેચ 20 મેના રોજ રમાશે. આ શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમની કમાન બ્રાન્ડન કિંગને સોંપવામાં આવી છે. બ્રાંડન કિંગ વેસ્ટ ઈન્ડિઝ ટીમનો 13મો ટી20 કેપ્ટન બન્યો છે. ટી20 વર્લ્ડ કપ પહેલા આ સીરીઝ વેસ્ટ ઈન્ડિઝ અને સાઉથ આફ્રિકા માટે ઘણી મહત્વની છે. આ સિરીઝમાં બંને ટીમોને પોતપોતાની તૈયારીઓ પરખવાની તક મળવાની છે. આન્દ્રે રસેલ, નિકોલસ પૂરન, રોવમેન પોવેલ અને શિમરોન હેટમાયર જેવા ખેલાડીઓ આ શ્રેણીમાં રમી શકશે નહીં. મોટાભાગના ખેલાડીઓ હાલમાં IPL 2024માં રમી રહ્યા છે અને તેમની ટીમ પ્લેઓફમાં પહોંચી ગઈ છે. જેના કારણે આ ખેલાડીઓ સાઉથ આફ્રિકા સાથેની સીરિઝમાં ભાગ લેશે નહીં, ટી20 વર્લ્ડ કપ 2024 માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમની જાહેરાત થઈ ચૂકી છે. જ્યારે વર્લ્ડ કપ માટે ટીમની કમાન રોવમેન પોવેલના હાથમાં છે, હવે બ્રાન્ડન કિંગને ટી-20 સીરિઝ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. પોવેલ હાલમાં IPLમાં રાજસ્થાન તરફથી રમી રહ્યો હોવાથી અને રાજસ્થાન પણ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે, જેના કારણે તે ટીમ સાથે જોડાઈ શકશે નહીં. દક્ષિણ આફ્રિકા શ્રેણી માટે વેસ્ટ ઈન્ડિઝની ટીમ : બ્રાન્ડોન કિંગ (કેપ્ટન), રોસ્ટન ચેઝ, એલેક અથાનાઝ, જોન્સન ચાર્લ્સ, આન્દ્રે ફ્લેચર, મેથ્યુ ફોર્ડે, જેસન હોલ્ડર, અકેલ હોસીન, શમર જોસેફ, કાયલ મેયર્સ, ઓબેદ મેકકોય, ગુડાકેશ મોતી, રોમારિયો શેફર્ડ, હેડન વોલ્શ.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution