ઘર ખરીદવાનો પ્લાનિંગ કરતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી


 મુંબઈ,તા.૬

ઘર ખરીદવું જીવનનો મહત્વનો ર્નિણય હોય છે. તેમાં આપણે જીવનની કમાણી રોકીએ છીએ. ઘર ખરીદવું વાંરવાર પોસીબલ નથી. જેથી કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી બની જાય છે.ઘર ખરીદવા માટે લોન પણ લેવી પડતી હોય છે. જાે પોતાનું ઘર હોય તો કોઈ ટેન્શન નથી રહેતું. તમે અહીંયા ગમે ત્યારે અવર જવર કરી શકો છો.પરંતુ ઘર ખરીદતી વખતે અમુક બાબતોનું ધ્યાન નથી રાખતા તો તમને ભવિષ્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.આ માટે લોકો ઘર ખરીદતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખે છે. જેમાં તે પ્રોપર્ટીનું લોકેશન, કોઈ કોર્ટ કેસ નથી ચાલતોને તે બાબતો ચેક કરે છે. પરંતુ એક સૌથી મહત્વની બાબત ધ્યાને લેવી ખૂબ જરૂરી હોય છે, જેના વિશે અહીંયા વાત કરીશું.તમે જ્યારે ઘર ખરીદો ત્યારે તે પ્રોપર્ટીનું લીઝ રેન્ટ ચેક કરવું જરૂરી હોય છે. મતલબ કે, તે ઘર કોઈને લીઝ પર તો નથી આપ્યું ને.જાે ઘર લીઝ પર આપેલું હોય તો તે પ્રોપર્ટી ખરીદવામાં મુશ્કેલી પડી શકે છે. કેમ કે જ્યાં સુધી લીઝ પૂરી ના થાય ત્યાં સુધી પ્રોપર્ટી પર હક તેને લીઝ પર લેનારનો હોય છે.આથી તમે જ્યારે ઘર ખરીદો ત્યારે તે વાતનું ધ્યાન જરૂરથી રાખો. નહીં તો મકાનમાં રોકેલા તમારા પૈસા ફસાઈ શકે છે. તમને પછતાવાનો વારો આવી શકે છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution